Mon Oct 05 2026

Logo

આવતીકાલે મૌની અમાવસ્યા પર રચાશે ખાસ દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ...

2026-01-17 10:31:00
Author: Darshana Visaria
આવતીકાલે મૌની અમાવસ્યા પર રચાશે ખાસ દુર્લભ યોગ, ત્રણ રાશિના જાતકો થશે માલામાલ...

વર્ષ 2026ની પ્રથમ અમાવસ્યા એટલે કે 'મૌની અમાસ' આવતીકાલે એટલે કે 18મી જાન્યુઆરી, 2026ના પડી રહી છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ વખતે મૌની અમાવસ્યા થોડી વધારે જ ખાસ સાબિત થવાની છે. જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર મૌની અમાવસ્યાના દિવસે ગ્રહોના રાજકુમાર બુધ અને ગ્રહોના સેનાપતિ મંગળની યુતિથી 'દ્રષ્ટિ રાજયોગ' રચાઈ રહ્યો છે. બુધ અને મંગળ એકબીજાથી 0 ડિગ્રીના અંતરે હોય ત્યારે આ ખાસ યોગનું નિર્માણ થાય છે. 

શાસ્ત્રોમાં મૌની અમાવસ્યા દિવસે મૌન ધારણ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાનું અનંત પુણ્ય મળે છે. આ વખતની મૌની અમાવસ્યા કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે, કારણ કે આ વર્ષે મૌની અમાવસ્યા પર ખૂબ જ દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે. જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ અપરંપાર લાભ પણ થઈ રહ્યો છે. 

મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે બુધ અને મંગળનો આ યોગ વરદાન સમાન રહેશે. નોકરી વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય મુસાફરી અને નવા પ્રોજેક્ટ્સ દ્વારા આર્થિક લાભ લાવશે. જેઓ નવી નોકરીની શોધમાં છે, તેમને ઈચ્છિત તક મળી શકે છે. પરિણીત જાતકોના જીવનમાં સુખ-શાંતિ વધશે. ઘરનું વાતાવરણ જે લાંબા સમયથી તણાવપૂર્ણ હતું, તે હવે સામાન્ય અને આનંદદાયક બનશે.

ધનઃ
ધન રાશિના જાતકો માટે આ યુતિ દ્રષ્ટિ યોગ સફળતાના નવા દ્વાર ખોલશે. વેપારીઓ માટે નવા સોદા ફાઈનલ કરવા માટેનો આ એકદમ સમય છે, જેનાથી ભવિષ્યમાં મોટો આર્થિક નફો થશે. પ્રિયજનો સાથે સમય વિતાવવાને કારણે માનસિક તણાવ ઓછો થશે. કારકિર્દીમાં વૃદ્ધિના મજબૂત સંકેતો મળી રહ્યા છે. આ સમયે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે.

કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે મૌની અમાસ પછીનો સમયગાળો દરેક કાર્યમાં સફળતા અપાવનારો સાબિત થશે. આ રાશિના યુવાનો ભવિષ્યની સુરક્ષા માટે સારી એવી રકમ બચાવવામાં સફળ રહેશે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત થવાથી સ્વાસ્થ્યમાં સુધારો થશે, ખાસ કરીને વૃદ્ધો માટે આ સમય રાહતદાયક રહેશે. જૂના મિત્રો સાથેના સંબંધો તાજા થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.