Fri Sep 11 2026

Logo

97 ખેલાડી-ઍથ્લીટનો આવકવેરા વિભાગના કર્મચારીગણમાં સમાવેશ

2026-08-12 22:28:35
Author: Ajay Motiwala
97 ખેલાડી-ઍથ્લીટનો આવકવેરા વિભાગના કર્મચારીગણમાં સમાવેશ

Tejal Hasbanis and Mumbai Ranji team spin all-rounder Tanush Kotian


મુંબઈઃ મુંબઈમાં આવકવેરા વિભાગના કર્મચારીગણમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી (PLAYER) તેજલ હસબનીસ તથા મુંબઈની રણજી ટીમના સ્પિન ઑલરાઉન્ડર તનુષ કોટિયન સહિત કુલ મળીને 97 જાણીતા ખેલાડી-ઍથ્લીટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડિપાર્ટમેન્ટને 97 હોદ્દા માટે કુલ 3,595 અરજી મળી હતી.

ઇન્કમ ટૅક્સ (IT) ડિપાર્ટમેન્ટમાં આ સ્પોર્ટ્સપર્સન્સ `સ્પોર્ટ્સ ક્વોટ' હેઠળ નિયુક્ત થયા છે અને તેઓ ખેલકૂદને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહેશે.

આઇટી ડિપાર્ટમેન્ટના સ્ટાફ મેમ્બર્સ બનેલા સ્પોર્ટ્સપર્સન્સમાં જૂનમાં અમદાવાદમાં આયોજિત સૌપ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચૅમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીતનાર અભિષેકનો પણ સમાવેશ છે.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (પીઆઇબી)ની યાદીમાં જણાવાયું હતું કે `આ સાથે, ખેલકૂદ ક્ષેત્રની શ્રેષ્ઠતાને યોગ્ય દરજ્જો આપવાની તેમ જ જાહેર સેવા ક્ષેત્રે અસાધારણ ટૅલન્ટ ધરાવતા રમતવીરોના વિકાસ કાર્યમાં સહભાગી બનવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.'