Wed Aug 19 2026

Logo

મુંબઇમાં બે મોટી દુર્ઘટનાઃ વિલે પાર્લેની એક બિલ્ડિંગના 11મા માળે આગથી બેના મોત, 6 ઘાયલ, કુર્લામાં લેન્ડસ્લાઇડ

2026-08-12 08:47:01
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઇના વિલે પાર્લે વિસ્તારની એક બિલ્ડિંગના 11 મા માળે આગ લાગવાથી 2 લોકોના મોત થયા છે તો 6 લોકોને ઇજા થઇ છે. દુર્ઘટના મંગળવારે રાતે થઇ. વિલે પાર્લે વેસ્ટમાં 12 માળની ઇમારતના 11મા માળે આગ લાગવાથી અનેક લોકો અંદર ફસાયા હતા. ફાયર બ્રિગેડે ફસાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જો કે ફાયર બ્રિગેડના ભગીરથ પ્રયાસ છતાં બે લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક અઢિ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. 

આગ લાગવાથી બિલ્ડિંગમાં ફસાયો હતો પરિવાર

આગ લગવાની ઘટના બૈપટિસ્ટા રોડ પર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની પાસે, ચર્ચ રોડ પર સ્થિત શાંતા ભવન બિલ્ડિંગના ફ્લેટ નંબર 1101 અને 1102માં બની. પ્રાપ્ત જાણકારી અનુસાર આગ ધીમે ધીમે વિજળીના વાયરિંગ અને ઇન્સ્ટોલેશન, એક AC યૂનિટ, ઘરનો સામાન જેવા સોફા, બેડ, ફોલ્સ સીલિંગ અને રસોઇના સાધનો આગની ઝપેટમાં આવી ગયા. આગ એટલી ભીષણ થઇ ગઇ કે જોત જોતામા લગભગ 4,000 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાઇ ગઇ.  

8 ઘાયલોમાં બાળક સહિત 2 લોકોના મોત

આ દુર્ઘટનામાં કુલ 8 લોકો ઘાયલ થયા હતા. બે ઘાયલોને કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 6 લોકોને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કૂપર હોસ્પિટલથી 30 વર્ષના ફાયરમેન મનોજ સોનવણે અને 29 વર્ષના શિવમ દ્વિવેદીને સારવાર બાદ રજા આપવામાં આવી તો નાણાવટી હોસ્પિટલમાં  2.5 વર્ષના અબીર અને 23 વર્ષની અંકિતાને મૃત જાહેર કરવામાં આવ્યા. 

મુંબઇ આગ પર BMCનું નિવેદન

મુબઇમાં આગ લાગવાની ઘટના પર BMCએ કહ્યું કે દુર્ઘટનામાં 8 લોકો ઘાયલ થયા હતા, બે લોકોના મોત થયા છે. નાણાવટી હોસ્પિટલમાં ચાર ઘાયલોની હાલત સ્થિર છે.

કુર્લામાં ભૂસ્ખલન

બીજી એક દુર્ઘટના કુર્લાના ચિરાગ નગર સ્થિત ગૌસિયા ચૌલમાં વહેલી સવારે આશરે 3:48 વાગ્યે બની હતી, જ્યાં ભારે ભૂસ્ખલન થતાં 3 થી 4 ઝૂંપડા જમીનદોસ્ત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બીએમસીની ફાયર બ્રિગેડ, પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને કાટમાળ હેઠળ 3 થી 4 લોકો ફસાયા હોવાની આશંકાને પગલે યુદ્ધના ધોરણે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એક જ રાતમાં બનેલી આ બે દુર્ઘટનાએ હાઈરાઈઝ બિલ્ડિંગોની આગ લાગે ત્યારે તેની બચાવ ક્ષમતા અને ડુંગરાળ વિસ્તારોની ચાલીઓની સલામતી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.