નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા પંચોલી વિસ્તારમાં બેડમિંટન રમી રહેલા ૪૯ વર્ષીય શખસનું અચાનક મૃત્યુ થયું હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
યાદવ નગર વિસ્તારમાં રહેતા ગુન્નુ ધર્મુ લોહારા સોમવારે સવારે પોણાસાત વાગ્યે તેના મિત્ર સાથે બેડમિંટન રમી રહ્યો હતો ત્યારે રમતાં રમતાં અચાનક જ મૃત્યુ થયું હતું. બેભાનાવસ્થામાં લોહારાને નજીકની સેન્ટ્રલ રેલવે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે અકસ્માતથી મૃત્યુ થયું હોવાનો કેસ નોંધ્યો હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય દિવસથી ગુજરાત અને દેશભરમાંથી રમતાં રમતાં હાર્ટ એટેક આવીને થતાં મૃત્યુના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. નાગપુરના આ કેસમાં હજી સુધી મૃત્યુનું કારણ જાણી શકાયું નથી, પરંતુ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એવી માહિતી આપવામાં આવી રહી છે.
બોલો હવે નાગપુરમાં બેડમિંટન બન્યું જીવલેણ
RELATED ARTICLES