Sun May 31 2026

Logo

હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યૂટી, હવે કેટલો લાગશે ટેક્સ?

2026-05-31 12:53:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી તેલ કટોકટી (ક્રૂડ ઓઇલ સંકટ) વચ્ચે ભારત સરકારે એક મોટો નિર્ણય લેતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટી ઘટાડી દીધી છે. પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યુટી 1.5 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ પર તે 13.5 રૂપિયા પ્રતિ લીટર રહેશે. આ સાથે જ એટીએફ (Aviation Turbine Fuel) પર એક્સપોર્ટ ડ્યુટી 9.5 રૂપિયા પ્રતિ લીટર રાખવામાં આવી છે.

દર 15 દિવસે થાય છે સમીક્ષા

સામાન્ય રીતે સરકાર દર પખવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોની સમીક્ષા કરે છે અને તે મુજબ જ પેટ્રોલ, ડીઝલ અને એટીએફ (ATF) પર લાગતી એક્સપોર્ટ ડ્યુટી નક્કી કરવામાં આવે છે.

જો કે, સામાન્ય જનતાને મળતા પેટ્રોલ અને ડીઝલ પર જૂનો ટેક્સ જ લાગુ રહેશે, તેમાં કોઈ નવો ઉમેરો કરવામાં નથી આવ્યો કે કોઈ ઘટાડો કરવામાં પણ નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે, એક્સપોર્ટ ડ્યુટી એ એક પ્રકારનો પરોક્ષ કર (ઇનડાયરેક્ટ ટેક્સ) છે, જે કોઈપણ દેશની સરકાર પોતાના દેશમાંથી બહાર મોકલવામાં આવતા સામાન પર લગાવે છે.

ક્યારે થયો હતો આ અગાઉનો સુધારો?

પેટ્રોલ, ડીઝલ અને એટીએફ (ATF) ની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) અને રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC) ના રૂપમાં એક્સપોર્ટ ડ્યુટી પહેલીવાર 27 માર્ચ, 2026ના રોજ લાગુ કરવામાં આવી હતી.

નવા દરો 1 જૂનથી પ્રભાવી

પેટ્રોલની નિકાસ પર 1.5 રૂપિયા પ્રતિ લીટર શુલ્ક લાગશે. આ પૂરેપૂરી રકમ વિશેષ વધારાની આબકારી જકાતના રૂપમાં વસૂલવામાં આવશે, જ્યારે રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવવામાં આવશે નહીં. વિમાનના ઇંધણ (ATF) માટે મોદી સરકારે એક્સપોર્ટ ડ્યુટી 9.5 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરી છે. આ શુલ્ક માત્ર વિશેષ વધારાની આબકારી જકાતના રૂપમાં જ વસૂલવામાં આવશે. આગામી સમીક્ષા દરમિયાન અન્ય કોઈ ફેરફારની જાહેરાત ન થાય ત્યાં સુધી આ સુધારેલા દરો આગામી પખવાડિયા સુધી લાગુ રહેશે.