Sun Aug 16 2026

Logo

યુટ્યૂબર બનવું હવે સરળ નથી એ માટે આ સામાન્ય અલ્ગોરિધમ જાણી લો...

2026-08-09 10:28:00
Author: Viral Rathod
Article Image

 

 

 

ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ

 

 ડિજિટલયુગમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જેટલા વીડિયો પ્લે થઈ રહ્યા છે એટલા ટેક્સ્ટ વંચાતા નથી. વીડિયો કોન્ટેટને લઈને ઘણી બધી વાર ચર્ચાઓ થઈ ચૂકી છે. એમાં પણ ખાસ કરીને અઈં આવ્યા બાદ કોન્ટેન્ટમાં ઝડપથી ખ્યાલ આવતો નથી કે, ખરેખર હકીકત વીડિયો કોન્ટેન્ટ છે કે અઈં યુટ્યૂબ પર ચેનલ તૈયાર કરીને લાખોમાં વ્યૂ અને સબસ્ક્રાઈબ મેળવીને ગોલ્ડન કે સિલ્વર બટન સુધી પહોંચવાનું દરેક યંગસ્ટર સપનું હોય છે.

આ માટે તેઓ ઘણી મહેનત પણ કરતા હોય છે. પોતાના શોથી લઈને માહિતી પીરસવા સુધી, વિષય નિષ્ણાંતો સાથેની મુલાકાતથી લઈને લોકોના મંતવ્યો સુધી. યુટ્યૂબે દરેકને પ્રેઝન્ટ થવાનો એક અનોખો ચાન્સ આપ્યો છે. ઘણીવાર વીડિયો ન ચાલે તો ઘણાય યુવાન માયુસ થઈને પ્લેટફોર્મ પણ છોડી દે એવા પણ અનેક કિસ્સા છે. અઈં ની એન્ટ્રી બાદ હવે યુટ્યૂબર બનવું સરળ નથી. આવું યુટ્યૂબના અલ્ગોરિધમ અને હેલ્પ પેઈજ વાંચ્યા બાદ અવશ્ય કહી શકાય છે. પૉલિસી અને પેજીસની વચ્ચે વ્યૂઅર્સ એવી રીતે વર્ગીકૃત થયા છે કે, દરેક કોન્ટેન્ટનો એક વર્ગ છે.

 

 યુટ્યૂબમાં ચેનલ શરૂ કરતી વખતે અનેક લોકોએ એના કેટલાક નિયમો, માપદંડ અને કેટલાક અલ્ગોરિધમનું પઠન કર્યું હશે. છેલ્લા એકાદ વર્ષમાં યુટ્યૂબે ઓછામાં ઓછા 10 વાર પોતાના અલ્ગોરિધમમાં ફેરફાર કર્યા છે. ફોર્મ ભરવાથી લઈને કિવર્ડ લખવા સુધીની પ્રોસિજર બદલી દીધી છે.

અગાઉ ફોર્મ સાથે આવતા 500 કિવર્ડમાં કોઈ હેશટેગથી કામ ચાલી જતું. હવે અન્ય પ્લેટફોર્મ પરથી કોપી કરેલા કે એકસરખા કિવર્ડ પર યુટ્યૂબ ટ્રાફિક આપતું નથી. વોચટાઈમ આપતું નથી. વિષય સંબંધિત કિવર્ડની બાહર કોઈ વસ્તુ પકડાય જાય તો એ ઝડપથી જે તે વર્ગ સુધી પહોંચતી નથી. આ માટે એક સવલત એવી પણ આપી છે કે, વિષય અનુસાર એના ટાઈમિંગ પર પોસ્ટ કરવામાં આવે તો એ ચાલી જાય છે, જેમ કે ભક્તિ સંબંધિક કોન્ટેન્ટ વહેલી સવારે પોસ્ટ કરવામાં આવે તો ચાલે છે. ઈતિહાસ સંબંધિત કોન્ટેન્ટ સાંજે 5 વાગ્યા બાદ પોસ્ટ કરવામાં આવે તો રાત સુધીમાં એનો વોચટાઈમ સારો દેખાય છે.

 

 યુટ્યૂબ એક એવું પ્લેટફોર્મ છે જેમાં કોન્ટેન્ટની વિવિધતા વચ્ચે એના જોનારા-વ્યૂઅર્સની પણ સંખ્યા પણ કરોડોમાં છે, દરેક કોન્ટેન્ટ દરેક વ્યક્તિ માટે નથી હોતું એમ દરેક પોસ્ટ તે દરેક લોકો સુધી પહોંચતી પણ નથી. આ પણ હકીકત છે. હવે ચેનલ શરૂ કરનારાઓ માટે સવલત એવી છે કે, એકવાર ટાર્ગેટ ઓડિયન્સ નક્કી કર્યા બાદ એ જ વિષયલક્ષી પોસ્ટ કરવાથી યુટ્યૂબ એક સાતત્ય પણ નોટ કરે છે, જેમ કે વેકેશન પિરિયડમાં ટ્રાવેલ સ્ટોરી સૌથી વધારે જોવાય છે. આવી સ્ટોરી એક વર્ષ પહેલા કરી હશે તો પણ ટ્રાવેલનું નામ આવતા જ યુટ્યૂબ તેને પહેલા આગળ કરીને વોચલિસ્ટમાં મૂકી દેશે.

આ ઉપરાંત અલ્ગોરિધમ જ કામ નથી કરતું, વીડિયો કોન્ટેન્ટ લાઈબ્રેરી સાથે એક ડેટાસાયન્સ પણ કામ કરે છે. દરરોજ એક પ્રકારના કે એક જ ઝોનના ગીત સાંભળવા ગમતા હશે તો વારંવાર સર્ચ કરવાની માથાકૂટ હવે નીકળી ગઈ છે. યુટ્યૂબ ગીતની શૈલી જોઈને જાતે જ પ્લેલિસ્ટ તૈયાર કરે છે. આ સાથે એમાં નવા ગીતનો ઉમેરો પણ કરે છે અને આ માટે સજેસ્ટ પણ કરે છે. આવું જે તે કોન્ટેન્ટ તૈયાર કરનારાઓની પોસ્ટ સાથે પણ શક્ય છે. શરત માત્ર એટલી છે કે, ક્વોલિટી સારી અને ટાઈમિંગ પર્ફેક્ટ જોઈએ.

 

 કોઈ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કર્યા બાદ એની જ અપડેટ આપશે એ જરૂરી નથી, એપ્લિકેશન કે વેબસાઈટ બંધ થયા બાદ જે તે એકાઉન્ટ પરથી યુટ્યૂબર શું સર્ચ થયું એની યાદી તૈયાર થાય છે. કોન્ટેન્ટ બનાવનારાઓ માત્ર પોસ્ટ કરીને મૂકી રાખે તો વ્યૂ આવશે પણ સબસ્ક્રાઈબની ગેરેન્ટી નથી. આ માટે કોન્ટેન્ટની અંદર જ એક ક્વોલિટી અને દમ હોવો અનિવાર્ય છે. સંગીત સંબંધિત કોન્ટેન્ટને લઈને પ્લેટફોર્મે કેટલીક છૂટ પણ આપી છે.
 

માત્ર ગીતનો સીન જે તે ચેનલના ક્રેડિટ સાથે આપશો તો પણ એ ચાલી જશે, પણ અમુક સેક્ધડ બાદ તે પ્લે નહીં થાય. આ ઉપરાંત ટાઈટલ, થંબનીલ અને વીડિયો ક્લેરિટી પણ એટલી જ અસર કરે છે. યુટ્યૂબ પર જ્યારે કોઈ વીડિયો કોન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવે છે ત્યારે પહેલી 10 સેક્ધડ સુધી તે ટેકનિકલ પાસા તપાસે છે આ પછીના સમયમાં 10 મિનિટ બાદ વોચટાઈમ કેલક્યુલેટ થાય છે. સરળતા કંપનીએ એવી પણ કરી આપી છે કે, ઓરિજિનલ કોન્ટેન્ટ હશે તો સર્ચમાં ઓટોમેટિક તે પ્રાયોરિટી આપી દેશે. આ માટે કિવર્ડ વગર પણ તે વીડિયો ચલાવી દેશે.

 

આઉટ ઓફ બોક્સ

 

કોરોના કાળમાં શરૂ થયેલી યુટ્યૂબ ચેનલ અત્યારે છેક ગ્રો થઈ. એમ ચેનલ શરૂ થયા બાદ બે વર્ષ સુધી તો યુટ્યૂબ માત્ર લિસ્ટિંગ અંતર્ગત કોન્ટેન્ટને રાખે છે.