Tue Apr 28 2026

Logo

વ્હાઇટ હાઉસ ડિનર શૂટિંગ: શૂટરના મેનિફેસ્ટોમાં હિટ લિસ્ટનો ખુલાસો, કાશ પટેલનું નામ કેમ ગાયબ?

Wasington DC   2026-04-27 15:03:59
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડી સી: શનિવારની રાતે વોશિંગ્ટન ડી સીની હિલ્ટન હોટેલમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ એસોસિએશન ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય ઘણા મહાનુભાવો હાજરી આપી રહ્યા હતાં, આ દરમિયાન મેઈન બોલ રૂમની બહાર ગોળીબારની ઘટના બની હતી. આરોપીની ધરપકડક કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે, આ દરમિયાન એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. 

ગોળીબાર કરનાર શૂટર કોલ થોમસ એલનના પત્રમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે, જેમાં તેણે તેના ટાર્ગેટ વિષે લખ્યું છે. હુમલાખોર એલને હુમલાના લગભગ દસ મિનિટ પહેલા તેના પરિવારને મોકલેલા મેનિફેસ્ટોમાં તેના ટાર્ગેટ હેઠળના લોકોના નામ લખ્યા હતાં. 

અહેવાલ મુજબ, આ એલાનની હિટ લિસ્ટ ટ્રમ્પ વહીવટીતંત્રના સૌથી વરિષ્ઠ અધિકારીઓથી માંડીને નીચેના અધિકારીઓના નામ છે, પરંતુ આ યાદીમાં FBIના ભારતીય મૂળના ડિરેક્ટર કાશ પટેલનું નામ ગાયબ હતું.  જેનું કારણ અસ્પષ્ટ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે રાત્રે દસ વર્ષ બાદ વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ એસોસિએશન ડિનરમાં હાજરી આપી રહ્યા હતા. હુમલા બાદ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું કે તેઓ મીડિયા પર આકરા પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે હુમલો થયો હતો. 

સિક્રેટ સર્વિસના એજન્ટો રાષ્ટ્રપતિ, ફર્સ્ટ લેડી, ઉપરાષ્ટ્રપતિ અને અન્ય કેબિનેટ સભ્યોને સલામત સ્થળે લઈ ગયા હતાં.

એલાને આ પ્લાન કેમ બનાવ્યો?

આરોપી કોલ થોમસ એલન બે પિસ્તોલ અને એક શોટગન સહિત ત્રણ હથિયારો સાથે હોટેલ પર પહોંચ્યો હતો. મેનિફેસ્ટોમાં એલન લખ્યું, "જ્યારે તમે પોતે જ અત્યાચારનો ભોગ બનતા હોવ, ત્યારે બીજો ગાલ આગળ ધરવાની વાત આવે. હું એ વ્યક્તિ નથી જેની સાથે ડિટેન્શન કેમ્પમાં બળાત્કાર થયો હોય. હું એ માછીમાર નથી જેને કોઈ ટ્રાયલ વગર ફાંસી આપવામાં આવી હોય. હું કોઈ સ્કૂલનો છોકરો નથી જેને ગોળીઓ વાગી હોય, હું એ બાળક નથી જે ભૂખે મરતું હોય. વહીવટમાં રહેલા ઘણા ગુનેગારો દ્વારા જેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોય એ કિશોરવયની છોકરી પણ હું નથી. જ્યારે કોઈ બીજા પર અત્યાચાર થાય છે ત્યારે બીજો ગાલ આગળ ધરવો એ ખ્રિસ્તી વર્તન નથી; તે અત્યાચારીના ગુનાઓમાં ભાગ લેવા જેવું છે." 

તેણે લખ્યું, "જાનહાનિ ઘટાડવા માટે, હું સ્લગ્સને બદલે બકશોટનો ઉપયોગ કરીશ. જો ખુબજ જરૂરી હોય તો હું અહીં મોટાભાગના લોકોને ટાર્ગેટ બનાવીશ (કારણ કે મોટાભાગના લોકો પીડોફાઇલ, બળાત્કારી અને દેશદ્રોહીના ભાષણમાં હાજરી આપવાનું પસંદ કર્યું છે, તેથી તેઓ એ ગુનામાં સામેલ છે), પરંતુ મને આશા છે કે એવી જરૂર નહીં પડે."