અમદાવાદઃ રાજ્યમાં ચોમાસનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઘણા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં સીઝનનો સરેરાશ 25.52 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 3.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.42 ટકા, પૂર્વ મધ્યમાં 18.10 ટકા, સૌરાષ્ટ્રમાં 28.67 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 35.76 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 12 જિલ્લામાં સરેરાશથી વધુ વરસાદ વરસ્યો છે.
કયા 12 જિલ્લામાં સરેરાશથી વધુ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ અમરેલીમાં 44.78 ટકા, ભાવનગરમાં 34.45 ટકા, બોટાદમાં 26.29 ટકા, ગીર સોમનાથમાં 40.3 ટકા, જૂનાગઢમાં 43.5 ટકા, પંચમહાલમાં 29.22 ટકા, ભરૂચમાં 27.95 ટકા, ડાંગમાં 37.82 ટકા, નવસારીમાં 43.38 ટકા, સુરતમાં 45.61 ટકા, તાપીમાં 30.51 ટકા, વલસાડમાં 33.37 ટકા વરસાદ વરસ્યો છે.
અન્ય જિલ્લામાં શું છે સ્થિતિ
કચ્છમાં 3.32 ટકા, દેવભૂમિ દ્વારકામાં 1.07 ટકા, જામનગરમાં 9.49 ટકા, મોરબીમાં 12.09 ટકા, પોરબંદરમાં 11.56 ટકા, રાજકોટમાં 19.78 ટકા, સુરેન્દ્રનગરમાં 22.55 ટકા, અમદાવાદમાં 19.84 ટકા, આણંદમાં 12.11 ટકા, છોટાઉદેપુરમાં 12.82 ટકા, ખેડામાં 16.48 ટકા, મહીસાગરમાં 25.31 ટકા, નર્મદામાં 18.11 ટકા, અરવલ્લીમાં 15.94 ટકા, બનાસકાંઠામાં 7.77 ટકા, ગાંધીનગરમાં 15.85 ટકા, મહેસાણામાં 19.11 ટકા, પાટણમાં 18.43 ટકા, સાબરકાંઠામાં 12.55 ટકા તથા વાવ-થરાદમાં 11.87 ટકા વરસાદ પડ્યો છે.
નર્મદા ડેમ 66.46 ટકા ભરાયો
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 66.46 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયો 40.97 ટકા ભરાયેલા છે. 11 ડેમ હાઈ એલર્ટ, 3 ડેમ એલર્ટ તથા 12 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં 5 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 21 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 23 ડેમ 50 થી 70 ટકા વચ્ચે અને 106 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે.
રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલો સરેરાશ વરસાદ પડ્યો
રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં પડેલા સરેરાશ વરસાદના આંકડા પર નજર કરીએ તો 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા તથા 2025માં 128.57 ટકા વરસાદ વરસ્યો છે.