કૉલકાતાઃ પશ્ચિમ બંગાળના રાજકારણમાં એકાએક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જ્યાં રાજ્યનું સત્તાવાર નામ બદલીને 'પશ્ચિમ બંગ' કરવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ સમિત ભટ્ટાચાર્યએ પશ્ચિમ બંગાળનું નામ બદલાવવાની કવાયત કરી રહ્યું છે. અધ્યક્ષે પોતાની એક વાતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં પશ્ચિમ બંગાળનું નામ બદલવા માટે વિધાનસભામાં બિલ લઈને આવશે, જેમાં પશ્ચિમ બંગાળનું નામ બદલીને પશ્ચિમ બંગ કરવા અંગે પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળથી બદલીને રાજ્યનું નામ પશ્ચિમ બંગ કરી દેવામાં આવશે. ભાજપપ્રમુખ વાત કરી કે પશ્ચિમ બંગાળનું નામ બદલીને પશ્ચિમ બંગ કરી દેવામાં આવશે. આ પ્રક્રિયા આવનારા સમયમાં પૂરી થઈ જશે.
યોગ્ય સમયે મુદ્દો ઊઠ્યો
આ વાત એવા સમયે સામે આવી રહી છે જ્યારે પશ્ચિમ બંગાળમાં અને ખાસ કરીને કૉલકાતામાં દુર્ગાપૂજાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. અધ્યક્ષે પોતાની વાત કરતા ઉમેર્યું કે, આગામી સમયમાં પશ્ચિમ બંગાળ નામ વધારે સમય સુધી સાંભળવા નહીં મળે. રાજ્યના પ્રમુખે કહ્યું કે આ બિલનો હેતુ સત્તાવાર નામ સાથે રાજ્યને નવી ઓળખ અપાવવાનો છે. બંગ એટલે બંગાળ અને બાંગ્લા એટલે બંગાળ એવો અર્થ થાય છે. આ માટે સત્રમાં વિસ્તૃત ચર્ચા થશે. અમારી સરકાર એક બિલ રજૂ કરશે. આનાથી રાજ્યનું નામ એક ઈતિહાસ સાથે જોડાશે. આનાથી વિકાસ ભી વિરાસત ભી એવું સૂત્ર સાકાર થશે.
આ માટે પશ્ચિમ બંગ નામ નક્કી કરવામાં આવ્યું છે. નામ બદલવાને લઈને વાત પહેલીવાર 1999માં થઈ હતી. લેફ્ટ ફ્રન્ટ સરકારે આ અંગે ચર્ચા કરી હતી. એ સમયે આ નામ કેન્દ્ર સરકારે ફગાવી દીધું હતું. વર્ષ 2011માં તૃણમૂલ કોંગ્રેસ સત્તા પર આવ્યા બાદ રાજ્યને ફરીથી પશ્ચિમ બંગ કરવા પ્રસ્તાવ રજૂ કરાયો હતો. પણ પછીથી ફગાવી દેવાયો. આ જ વાત વર્ષ 2016માં સામે આવી હતી. વર્ષ 2018માં પ્રસ્તાવ બંગાળની વિધાનસભા સુધી પહોંચી પણ ગયો હતો.
નામનો મુદ્દો ફરી ઉછળશે
પછી તેને મંજૂરી માટે કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને પણ મંજૂરી મળી ન હતી. આ માટે કેન્દ્ર એ બંધારણીય સંશોધન કરવાની જરૂર છે એવું કહ્યું. પછી આ મુદ્દો હાંસિયામાં મૂકાઈ ગયો. બાંગ્લા અને બાંગ્લાદેશ બન્નેમાં અમુક શબ્દો સામાન્ય છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરે મુંઝવણ ઊભી કરી શકે છે. આવું ન થાય એ માટે મુદ્દા પર બ્રેક લાગી ગઈ હતી. હવે કેન્દ્રમાં પણ ભાજપ સરકાર અને પશ્ચિમ બંગાળમાં પણ રાજ્ય સરકારમાં ભાજપ છે એટલે આ મુદ્દો ફરી ઉકેલાતો દેખાઈ રહ્યો છે. અધ્યક્ષે જે દાવા સાથે વાત કરી એમાં કેટલાક પાસાઓને બાદ કરતા વાત સાચી પડતી હોય એવું લાગી રહ્યું છે. બધુ યોગ્ય રહ્યું તો ફરી વિધાનસભામાં નામ બદલવાને લઈને જોરશોરથી ચર્ચા થઈ શકે છે.