Wed Oct 07 2026

Logo

'H-1B વીઝામાં થઇ રહ્યું છે ફ્રોડ અને શોષણ...', અમેરિકી સાંસદે જેડી વેન્સ- માર્કો રુબિયોને ચિઠ્ઠી લખી બતાવ્યો અરિસો

2026-10-07 08:35:51
Author: Mumbai Samachar Team
'H-1B વીઝામાં થઇ રહ્યું છે ફ્રોડ અને શોષણ...', અમેરિકી સાંસદે જેડી વેન્સ- માર્કો રુબિયોને ચિઠ્ઠી લખી બતાવ્યો અરિસો

અમેરિકામાં H-1B વિઝા પ્રોગ્રામમાં કથિત છેતરપિંડી અને દુરુપયોગને લઈને રિપબ્લિકન સાંસદ રિચ મેકકોર્મિકે કડક કાર્યવાહીની માંગ કરી છે. જ્યોર્જિયાના 7મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતા મેકકોર્મિકે 6 ઑક્ટોબરે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો, શ્રમ મંત્રી કીથ ઈ. સોન્ડરલિંગ અને હોમલેન્ડ સિક્યોરિટી મંત્રી માર્કવેન મુલિનને પત્ર લખીને વાસ્તવિકતા સામે મૂકી છે. તેમણે ખાસ કરીને પોતાના સંસદીય વિસ્તાર અને તેની આસપાસ H-1B વિઝા સંબંધિત છેતરપિંડીની તપાસ અને કાનૂની કાર્યવાહી ઝડપી બનાવવાની માંગ કરી છે.

મેકકોર્મિકે પત્રમાં લખ્યું કે તેઓ વર્ક-બેસ્ડ નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ્સ, ખાસ કરીને H-1B ના દુરુપયોગની તપાસ માટે યુએસ વહીવટીતંત્રના પ્રયાસોનું સમર્થન કરે છે. તેમના જણાવ્યા મુજબ, અમેરિકાની કાનૂની ઇમિગ્રેશન સિસ્ટમે દેશના હિતોનું રક્ષણ કરવું જોઈએ અને જે લોકો કાયદાનું પાલન કરે છે તેમને જ તેનો લાભ મળવો જોઈએ.

જોકે, મેકકોર્મિકે આરોપ લગાવ્યો કે આ કાર્યક્રમમાં મોટા પાયે છેતરપિંડી અને દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે દાવો કર્યો કે કેટલાક ખોટા તત્વો H-1B કર્મચારીઓની નોકરી પરની નિર્ભરતાનો ગેરલાભ ઉઠાવીને તેમને બજાર ભાવ (માર્કેટ રેટ) કરતાં ઓછા વેતન અને ખરાબ પરિસ્થિતિમાં કામ કરવા માટે મજબૂર કરી શકે છે. તેનાથી અમેરિકન શ્રમ બજારમાં વેતન પર અસર પડવાની અને અમેરિકન નોકરી શોધનારાઓ, ખાસ કરીને તાજેતરમાં કૉલેજ પૂર્ણ કરનારા યુવાનો માટે સ્પર્ધા વધવાની આશંકા છે.

સાંસદે પોતાની ચિઠ્ઠીમાં જ્યોર્જિયાના 7મા જિલ્લા એટલે કે GA-07ને લઇને વિશેષ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે સંબંધિત પક્ષો સાથે વાતચીત, મતદાતાઓ પાસેથી પ્રાપ્ત રિપોર્ટ અને હાલની સંઘીય ફેડરલ તપાસ અને અમલીકરણ પ્રવૃત્તિઓના આધારે તેમને આશંકા છે કે તેમના ક્ષેત્રમાં H-1B સાથે સંબંધિત કથિત ફ્રોડનો પ્રભાવ વધુ હોઇ શકે છે. તેમણે મેટ્રો એટલાંટાની આર્થિક વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાજરીને પણ આનું સંભવિત કારણ ગણાવ્યું.

વધુ જુઓ...