નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તામાં આજે 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. વડાપ્રધાન તરીકે આ તેમનો ત્રીજો કાર્યકાળ છે. જેથી ભાજપ દ્વારા આજે દેશભરમાં અનેક જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 7 ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા ત્યાંથી તેમની સફળ શરૂ થઈ હતી. આજે 7 ઓક્ટોબર 2026માં પણ તેઓ સત્તા પર છે. પીએમ તરીકેના ત્રીજા કાર્યકાળ સાથે સત્તામાં તેમને આજે 25 વર્ષ પૂર્ણ થયાં છે.
દેશમાં અનેક જગ્યાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ભાજપ અને એનડીએ દ્વારા આજે દેશમાં અનેક જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી આજે દિલ્હીમાં ભાજપ દ્વારા આયોજિત સેવા જ્યોતિ કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને સાંભળવા માટે 5000 લોકો હાજર રહેશે. એટલું જ નહીં પરંતુ આ કાર્યક્રમનું દેશમાં અલગ અલગ જગ્યાએ લાઈવ પણ દેખાડવામાં આવશે.
ગુરુગ્રામમાં 'સેવા જ્યોતિ યાત્રા'માં અમિત શાહ ભાગ લેશે
ભાજપ આજે અનેક સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુગ્રામમાં 'સેવા જ્યોતિ યાત્રા'માં ભાગ લેશે. હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની અને પક્ષના હરિયાણાના પ્રભારી સ્મૃતિ ઈરાની પણ તેમાં ઉપસ્થિત રહેશે. આ સાથે દેશના રક્ષા પ્રધાન ગાઝિયાબાદમાં લાઈવ પ્રસારણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે પીએમ મોદી આજે પટનામાં વિકસિત ભારત સંકલ્પ સભાને પણ વર્ચ્યુઅલ સંબોધિત કરવાના છે.
आज प्रधानमंत्री श्री @narendramodi जी के सार्वजनिक जीवन के 25 वर्ष पूरे हो रहे हैं। पहले गुजरात के मुख्यमंत्री के रूप में 13 वर्ष और अब भारत के प्रधानमंत्री के रूप में पिछले 12 वर्षों से मोदी जी निरंतर जनसेवा में समर्पित हैं। मैं मोदी जी को इस सफल यात्रा के लिए हार्दिक बधाई एवं शुभकामनाएँ देता हूँ। 7 अक्टूबर 2001 को गुजरात के मुख्यमंत्री के रूप में शुरू हुई उनकी यात्रा राष्ट्रसेवा, सुशासन और जनकल्याण का पर्याय बन चुकी है। इस पूरी यात्रा का मूल मंत्र हमेशा ‘राष्ट्र प्रथम, सदैव प्रथम’ रहा है। मोदी जी के दूरदर्शी नेतृत्व में जनकल्याणकारी कार्यों का अभूतपूर्व विस्तार हुआ है और करोड़ों लोगों को घर, पानी, शौचालय, गैस कनेक्शन और बैंकिंग जैसी मूलभूत सुविधाएँ मिली हैं। आज हम ‘एक भारत-श्रेष्ठ भारत’ के मंत्र के साथ ‘विकसित भारत’ के संकल्प को पूरा करने की दिशा में आगे बढ़ रहे हैं। मोदी जी के नेतृत्व में सुशासन को मजबूती मिली है और भारत हर क्षेत्र में आत्मनिर्भरता की दिशा में आगे बढ़ रहा है। आज हम विश्व की चौथी सबसे बड़ी अर्थव्यवस्था बन चुके हैं और विकास भी अधिक समावेशी हुआ है। युवाओं के लिए रोजगार और नए अवसर बढ़े हैं, उद्यमशीलता और स्टार्ट-अप्स को बढ़ावा मिला है तथा नवाचार के लिए नए अवसरों का सृजन हुआ है। आज, देश की आंतरिक सुरक्षा को मजबूत करने के साथ-साथ बाहरी खतरों का भी दृढ़ता से सामना किया जा रहा है। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की 25 वर्षों की राष्ट्रसेवा की यह यात्रा हम सभी के लिए प्रेरणादायी है। यह 25 वर्ष उनकी यात्रा का एक पड़ाव हैं, पूर्ण विराम नहीं। मेरी कामना है कि आने वाले वर्षों में भी हम उनके दूरदर्शी नेतृत्व में ‘जनसेवा ही प्रभुसेवा’ के संकल्प के साथ नई ऊर्जा और समर्पण से राष्ट्रसेवा के पथ पर आगे बढ़ते रहें।
— Rajnath Singh (@rajnathsingh) October 7, 2026
વડોદરામાં ગરબા માટે મોટા કાર્યક્રમનું આયોજન
મુંબઈમાં પણ આવા જ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યાં છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, વડોદરામાં ગરબા માટે મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 60 હજારથી પણ વધારે યુવા એક સાથે ગરબા રમશે. આ એક વર્લ્ડ રેકોર્ડ હશે જેમાં એકસાથે આટલા લોકો ગરબે રમવાના છે. આ સાથે અમદાવાદમાં રિવરફ્રન્ટ ટુ જલ કક્ષ યાત્રા અને 'વારાણસી ટુ વડનગર' અભિયાનના સમાપન સમારોહમાં કેન્દ્રીય પ્રધાનો શિવરાજ સિંહ ચૌહાણ અને ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
केंद्रीय मंत्रिमंडल ने आज प्रधानमंत्री श्री @narendramodi को सरकार के मुखिया के रूप में 25 वर्ष का निरंतर नेतृत्व पूरा करने पर बधाई देते हुए एक प्रस्ताव पारित किया। यह प्रस्ताव ‘राष्ट्र प्रथम’ और ‘नागरिक प्रथम’ के सिद्धांतों से प्रेरित प्रधानमंत्री मोदी की असाधारण यात्रा का अभिनंदन करता है। गुजरात में तीन बार मिले जनादेश और लगातार तीन लोकसभा चुनावों में जनता के समर्थन से प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के प्रति देशवासियों के अटूट विश्वास की झलक मिलती है। पूरा पढ़ें: https://t.co/qdhpY85PYK
— BJP (@BJP4India) October 6, 2026
આ સાથે મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળે સરકારના વડા તરીકે સતત 25 વર્ષ પૂર્ણ કરવા બદલ વડાપ્રધાનને અભિનંદન આપતો એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ‘આ માત્ર એક ઔપચારિક સન્માન કરતાં ઘણું વિશેષ છે, તે 'રાષ્ટ્ર પ્રથમ' અને 'નાગરિક પ્રથમ'ના સિદ્ધાંતોથી સંચાલિત વડાપ્રધાન મોદીની અસાધારણ યાત્રાની ઉજવણી છે. આ ઠરાવમાં એવી દસ મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે ગુજરાતમાં તેમના નેતૃત્વને ભારતમાં તેમના નેતૃત્વ સાથે જોડતી અખંડ કડીને દર્શાવે છે’.