કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 40 ટકાથી વધારે મતદાન થયું છે. જેમાં સૌથી વધારે 44.50% મતદાન પૂર્વ બર્ધમાનમાં નોંધાયું છે. આ સાથે હુગલીમાં 43.12 ટકા, હાવડામાં 39.45 ટકા, નોર્થ કોલકાતામાં 38 ટકા, સાઉથ કોલકાતામાં 38 ટકા અને સાઉથ 24 પરગણામાં 27 ટકા મતદાન નોંધાયું છે. વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે સાથે નદિયામા 40 ટકા અને નોર્થ 24 પરગણામાં 39 ટકા મતદાન નોંધાયું છે. 11 વાગ્યા સુધીમાં 40 ટકા મતદાન થવું તે જૂના રેકોર્ડ તોડી શકે છે.
બંગાળમાં માત્ર બે કલાકમાં 11 ટકા મતદાન થયું
ચૂંટણીના આકંડા પ્રમાણે સવારે 9 વાગ્યા સુધીમાં 29 ટકા મતદાન થયું હતું. જ્યારે 11 વાગ્યા સુધીમાં મતદાનનો આંકડો 40 ટકાએ પહોંચી ગયો હતો. એટલે કે માત્ર બે કલાકમાં 11 ટકા મતદાન થઈ ગયું. હજી સાંજ સુધીમાં આંકડો રેકોર્ડ તોડી શકે છે. મતદાન મથકે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે લાઈનમાં ઊભા છે. તેમનામાં મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા મતદારોને ધમકાવ્યા હોવાના અહેવાલો મળ્યાં છે.
pic.twitter.com/CBX3pCYIhK મમતા બેનર્જીના લોકોએ મતદારોને ધમકાવ્યા?
— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) April 29, 2026
એક મતદારે કહ્યું મતતાએ ગુંડા મુકીને અમને ધમકી આપી અને વોટ આપતા રોક્યાં છે#westbengal
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા કેટલીક જગ્યાએ મતદારોને ધમકાવવામાં આવ્યાં છે. એક મતદારે કહ્યું મતતાએ ગુંડા મુકીને અમને ધમકી આપી અને વોટ આપતા રોક્યાં છે. ચૂંટણીના માહોલને બગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોના પણ આક્ષેપો કરવામાં આવ્યાં છે. આ દરેક સ્થિતિમાં લોકો સંઘર્ષ કરીને મતદાન કરી રહ્યાં છે. બંને પક્ષો દ્વારા ભારે માત્રમાં જીત થશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.