નવી દિલ્હી: દેશમાં ચુંટણી પંચના મુદ્દે હાલ સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને સામને છે. જેમાં બંને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. તેવા સમયે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીની જયંતી પર એક રસપ્રદ વિડીયો વાઇરલ થઇ રહ્યો છે.
આ લોકોએ એકબીજાને નમસ્કાર કર્યા
જેમાં સંસદ ભવનમાં પીએમ મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક સાથે જોવા મળ્યા હતા. તેમજ આ લોકોએ એકબીજાને હાથ જોડીને નમસ્કાર કર્યા અને વાતચીત પણ કરી હતી.
VIDEO | Delhi: Lok Sabha Speaker Om Birla (@ombirlakota), PM Narendra Modi (@narendramodi), Rajya Sabha LoP Mallikarjun Kharge (@kharge), Lok Sabha LoP Rahul Gandhi (@RahulGandhi), MP Sonia Gandhi, MP Priyanka Gandhi Vadra (@priyankagandhi) and others pay tribute to Mahatma… pic.twitter.com/UB4e1P8wQT
— Press Trust of India (@PTI_News) October 2, 2026
મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી
પીએમ મોદીની સાથે સ્પીકર ઓમ બિરલા, ભાજપના નેતા નિતિન નવીન, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ ઉપસ્થિત હતા. તમામ નેતાઓએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી.
બાપુનું સમગ્ર જીવન સત્ય,અહિંસા, કરુણા અને સેવાભાવનું મૂર્ત સ્વરૂપ
પીએમ મોદીએ મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસરે જણાવ્યું હતું કે તેમનો શાશ્વત સંદેશ બહેતર સમાજ અને વિકસિત ભારત તરફ માર્ગદર્શન પૂરું પાડતું રહેશે. વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે બાપુનું સમગ્ર જીવન સત્ય, અહિંસા, કરુણા અને સેવાભાવનું મૂર્ત સ્વરૂપ હતું. એવા આદર્શો જે તમામ યુગોમાં માનવતાનું માર્ગદર્શન કરતા રહેશે.