Mon Oct 05 2026

Logo

મને તો પહેલેથી જ ખબર હતી કે અમે 3-0થી હારીશું’, વસીમ અકરમે જણાવ્યું કેમ કરી હતી આવી ભવિષ્યવાણી

Bermingham   2026-09-09 11:39:00
Author: Mumbai Samachar Team
મને તો પહેલેથી જ ખબર હતી કે અમે 3-0થી હારીશું’, વસીમ અકરમે જણાવ્યું કેમ કરી હતી આવી ભવિષ્યવાણી

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ આજથી બર્મિંગહામમાં શરૂ થશે. આ સીરિઝ પહેલા ટીમના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર વસિમ અકરમે જણાવ્યું છે કે તેમને પહેલેથી જ અપેક્ષા હતી કે પાકિસ્તાન આ પ્રવાસમાં 3-0થી હારશે. પ્રથમ બે મેચોમાં ખરાબ રીતે હારનો સામનો કરનાર પાકિસ્તાનની ટીમમાં પાછલા સપ્તાહે ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ટીમમાંથી અચાનક સાત ખેલાડીઓને બહાર કરી દેવામાં આવ્યા છે. તેની સાથેસાથે ઘણા કોચિંગ સ્ટાફને પણ હટાવી દેવામાં આવ્યા છે.

અકરમે અગાઉથી જ કરી હતી આગાહી

દુનિયાભરમાં આ પગલાંને લઈને લોકોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આ પગલાનું સમર્થન કરતા નજરે પડ્યા, તો ઘણા દિગ્ગજોએ તેની જોરદાર ટીકા પણ કરી. પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વસિમ અકરમે આ પગલા પર પોતાનો મત રજૂ કર્યો અને સાથે જ મોટું નિવેદન પણ આપ્યું. તેમણે કહ્યું, "મને પહેલેથી જ ખબર હતી કે ઇંગ્લેન્ડ પ્રવાસ પર આપણે 3-0થી હારવાના છીએ. આ આગાહી પાછળ કોઈ રોકેટ સાયન્સ નથી. આપણી બેટિંગ ખરાબ છે, આપણી બોલિંગ સરેરાશ કરતા પણ ઓછી છે અને ફિલ્ડિંગ સૌથી ખરાબ છે. આવી સ્થિતિમાં હારવાનું નક્કી હતું."

અકરમે ખેલાડીઓને બનાવ્યા નિશાન

1987 થી 1996 સુધી પાકિસ્તાને સતત 3 ટેસ્ટ સીરિઝ ઇંગ્લેન્ડમાં જીતી હતી અને વસીમ અકરમ તે ત્રણેય સીરિઝનો મહત્વનો હિસ્સો હતા. તેમણે પાકિસ્તાનની અંતિમ બે ટેસ્ટ સીરિઝમાં કપ્તાની પણ કરી હતી, તે સીરિઝમાં પાકિસ્તાનને જીત મળી હતી. અકરમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મોટા ફેરફાર અંગે વાત કરતા કહ્યું કે ખેલાડિયોનો એટીટ્યૂડ સૌથી મોટો પ્રોબ્લેમ છે. તે બધા પોતપોતાને બહુ મોટા ખેલાડી માને છે. 

બીજી ટેસ્ટમાં શરમજનક હાર બાદ પાકિસ્તાને નિર્ણય કર્યો કે કપ્તાન સરફરાઝ અહેમદ સહિત  7 ખેલાડિયોને પાછા દેશ મોકલી દીધા. વસીમ અકરમે જણાવ્યું કે મને હંમેશા પૂછવામાં  આવે છે કે તમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મદદ કેમ નથી કરતા. અત્યાર સુધી ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાકિસ્તાને બે ટેસ્ટ મેચોની સીરિઝમાં ચાર વાર બેટીંગ કરી છે અને એકવાર પણ 200નો આંકડો પાર નથી કર્યો.