Fri Oct 09 2026

Logo

ખાનગી બસે ટૂ-વ્હીલરને અડફેટમાં લેતાં ત્રણ સગીર વિદ્યાર્થિનીનાં મોત

2026-08-15 18:12:34
Author: Yogesh D. Patel
ખાનગી બસે ટૂ-વ્હીલરને અડફેટમાં લેતાં ત્રણ સગીર વિદ્યાર્થિનીનાં મોત

વર્ધા:  વર્ધા જિલ્લામાં ખાનગી બસે શાળા નજીક ટૂ-વ્હીલરને અડફેટમાં ત્રણ સગીર વિદ્યાર્થિનીનાં ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયાં હતાં. જિલ્લાના હિંગણઘાટ ટાઉનમાં શુક્રવારે સવારના આંબેડકર શાળા નજીક આ ઘટના બની હતી, જેને પગલે પોલીસે ગુનો દાખલ કરીને બસના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

ત્રણેય વિદ્યાર્થિની શુક્રવારે સવારના ટૂ-વ્હીલર પર શાળાએ જઇ રહી હતી ત્યારે પાછળથી ખાનગી બસે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણેય વિદ્યાર્થિનીને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ત્રણેય વિદ્યાર્થિનીની ઓળખ સમૃદ્ધિ રૂપક ધામસે (15), આરુહી રાજુ ચાવરે (17) અને હિસબાહ જાદેવ શેખ (17) તરીકે થઇ હતી, જેઓ નજીકના વિસ્તારમાં રહેતી હતી. (પીટીઆઇ)