Sun Aug 23 2026

Logo

3 મહિનામાં ખાંડ 48થી વધીને 67 અને ગોળ 50 થી 65 રૂપિયે પ્રતિ કિલો થઇ ગયો…’, E20 પેટ્રોલને લઇને કોંગ્રેસનો મોદી સરકાર પર હુમલો

2026-08-21 15:14:00
Author: Mumbai Samachar Team
Article Image

દિલ્હી: કોંગ્રેસે કેન્દ્રની E20 (20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) નીતિની તત્કાળ સમીક્ષા કરવા અને લોકોને ઇથેનોલવાળુ પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો કે મોદી સરકારની આ નીતિના કારણે જનતાને ‘મોંઘું ખાવાનું અને મોંઘી સફર’ બન્નેની કિંમત ચુકવવી પડી રહી છે. 

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે X પર એક પોસ્ટમાં કહ્યું કે”ગાડી પણ મોંઘી પડે અને રસોઇ પણ, આવી જનવિરોધી ઇંધણ નીતિ દેશને સ્વીકાર્ય ન હોઇ શકે” રમેશે દાવો કર્યો કે ઇથેનોલ ઉત્પાદનમાં શેરડી અને અનાજના ઉપયોગના કારણે ખાદ્ય વસ્તુઓની કિંમતો પર અસર પડી છે. 

ચોખા અને મકાઇનો લોટ થયો મોંઘો- જયરામ રમેશ

કોંગ્રેસ નેતાએ કહ્યું કે અંદાજે 25 લાખ ટન ખાંડ બનાવવા લાયક શેરડી ઇથેનોલ ઉત્પાદનમાં જતી રહી, જેના કારણે છેલ્લા 3 મહિનામાં ખાંડની કિંમત 48 રૂપિયાથી વધીને 67 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ગોળની કિંમત 50 રૂપિયાથી વધીને 65 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ છે. 

જયરામ રમેશે દાવો કર્યો કે ચોખા અને મકાઇનો લોટ પણ ક્રમશઃ 16 ટકા અને 11 ટકા મોંઘો થયો છે જ્યારે પશુ આહારની કિંમતમાં 10.34 ટકાનો વધારો થયો છે. 

કોંગ્રેસ મહાસચિવે E20ના કારણે વાહનોની માઇલેજને લઇને પણ સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, “જે વાહન 20 ટકા ઇથેનોલ મિશ્રણક માટે તૈયાર નથી, તેમાં ખરાબીનું જોખમ હોઇ શકે છે અને પરીક્ષણના વાહનોમાં માઇલેજ ઓછી થવાની આશંકા છે.” જયરામ રમેશે આરોપ લગાવ્યો કે સરકારે ઇથેનોલ ઉત્પાદકોને ફાયદો પહોંચાડવા માટે પેટ્રોલનો વિકલ્પ સીમિત કરી દીધો છે. જ્યારે E20ને લઇને વાહન માલિકો વચ્ચે માઇલેજ અને અન્ય ચિંતાઓ છે. 

કોંગ્રેસ મહાસચિવે એ સવાલ પણ કર્યો કે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો અને પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલના મિશ્રણથી ખર્ચમા ઘટાડા છતાં પેટ્રોલની કિંમતોમાં ઘટાડો તેમ ન થયો? તેમણે કહ્યું લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સતત E20 નીતિથી ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવી રહ્યા છે.