Fri Sep 04 2026

Logo

તમારા જૂના મોબાઈલ ફોનમાં છે સોનાનો ખજાનો! જાણો સ્માર્ટફોનના કયા પાર્ટ્સમાં વપરાય છે સોનું...

2026-08-21 14:13:00
Author: Darshana Visaria
તમારા જૂના મોબાઈલ ફોનમાં છે સોનાનો ખજાનો! જાણો સ્માર્ટફોનના કયા પાર્ટ્સમાં વપરાય છે સોનું...

આજના સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિના જીવનનો અનિવાર્ય ભાગ બની ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા હાથમાં રહેલા આ નાનકડા ગેજેટની અંદર વાસ્તવિક સોનું (Real Gold) અને અન્ય કિંમતી ધાતુઓ છુપાયેલી હોય છે? ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં સ્માર્ટફોનના આંતરિક કનેક્શન્સને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા અને ડેટા-વીજળીનો પ્રવાહ ઝડપી બનાવવા માટે શુદ્ધ સોનાના અત્યંત બારીક સ્તરોનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્માર્ટફોનમાં સોનું ક્યાં અને કેમ વપરાય છે?  
સૌથી પહેલાં વાત કરીએ કે મોબાઈલ ફોનમાં સોનું ક્યાં અને શા માટે વપરાય છે એની તો સ્માર્ટફોનના સૌથી મહત્વના ભાગ એટલે કે મધરબોર્ડ પર સોનાની અતિ બારીક પરત ચડાવવામાં આવે છે. આ સિવાય બેટરી અને ડિસ્પ્લેને જોડતા કનેક્ટર્સ તેમજ આંતરિક સૂક્ષ્મ વાયરોમાં સોનાનો ઉપયોગ થાય છે. મળતી માહિતી મુજબ સિમ કાર્ડના ગોલ્ડન ચિપ વાળા ભાગમાં પણ સોનાની પરત હોય છે. 

સોનું કેમ વપરાય છે? 
હવે આગળ વધી અને વાત કરીએ કે આખરે મોબાઈલ ફોનમાં આટલી જગ્યાએ સોનું કેમ વપરાય છે એની તો સોનું ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ઉત્તમ વિદ્યુત વાહક છે. તે ઝડપથી ડેટા વહન કરે છે અને તેના પર ભેજ કે ઓક્સિજનની કોઈ અસર થતી નથી, જેથી તેમાં ક્યારેય કાટ લાગતો નથી.  

એક સ્માર્ટફોનમાં કેટલું સોનું હોય છે?  
સામાન્ય રીતે એક સ્માર્ટફોનમાં સરેરાશ 0.02થી 0.034 ગ્રામ (આશરે 15થી 35 મિલીગ્રામ) જેટલું જ સોનું રહેલું હોય છે. જો કોઈ વ્યક્તિને માત્ર એક ગ્રામ શુદ્ધ સોનું મેળવવું હોય, તો તેના માટે અંદાજે 35થી 40 જેટલા જૂના કે ખરાબ થઈ ગયેલા સ્માર્ટફોનની જરૂર પડે છે.  

ઘરે જાતે સોનું કાઢવાનો પ્રયાસ કેમ ન કરવો?:  
ઘણા લોકો ઉત્સુકતામાં આવીને ઘરે જાતે ફોન તોડીને સોનું અલગ કરવાનો પ્રયાસ કરે છે, જે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ફોનના પાર્ટ્સમાંથી સોનું છૂટું પાડવા માટે નાઈટ્રિક એસિડ કે સાયનાઈડ જેવા અત્યંત ઝેરી અને જીવલેણ રસાયણોની જરૂર પડે છે. પ્લાસ્ટિક અને સર્કિટ બોર્ડને ગરમ કરવાથી નીકળતો ઝેરી ધુમાડો ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડે છે અને પર્યાવરણને પ્રદૂષિત કરે છે.

જૂના ફોનમાંથી કમાણી કરવાનો સાચો રસ્તો:
જૂના અને બંધ પડેલા સ્માર્ટફોનને કચરામાં ફેંકવા કે ઘરમાં સંગ્રહી રાખવાને બદલે સરકાર માન્ય ઓથોરાઈઝ્ડ ઈ-વેસ્ટ રિસાયક્લિંગ સેન્ટર્સ કે પછી સર્ટીફાઈડ પ્લેટફોર્મ્સને વેચવા જોઈએ. આ કેન્દ્રો વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિથી કિંમતી ધાતુઓ રિસાયકલ કરે છે અને બદલામાં ગ્રાહકને જૂના ડિવાઈસની યોગ્ય કિંમત પણ ચૂકવે છે.