(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આઈપીએલ-2026ના પ્લે ઑફની રેસની બહાર થઈ ગઈ છે, એમ છતાં આજે મુંબઈમાં ક્રિકેટોત્સવ ઉજવાઇ રહ્યો છે. ખાસ કરીને 33,000 પ્લસ પ્રેક્ષકોથી ભરાયેલા વાનખેડે સ્ટેડિયમમાં અલગ જ માહોલ છે. જોકે 15 વર્ષની ઉંમરના રાજસ્થાનના ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાના ચાર જ રનમાં વિકેટ ગુમાવી દેતાં પ્રેક્ષકોએ નિરાશ થવું પડ્યું હતું.
આ વખતે ટૂર્નામેન્ટની શરૂઆતથી જ એક પછી એક ધમાકેદાર પર્ફોર્મન્સથી સૌના દિલ જીતી રહેલા 15 વર્ષના વૈભવ સૂર્યવંશી (ચાર રન, છ બૉલ, 66.66નો સ્ટ્રાઇક રેટ)ને જોવા માટે હજારો બાળકો અને ટીનેજ વયના ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમમાં ઊમટી પડ્યા છે. જોકે વૈભવની તેમને એક પણ સિક્સર કે ફોર નહોતી જોવા મળી. બુમરાહને બદલે રમેલા પેસ બોલર દીપક ચાહરના બૉલમાં તે નમન ધીરના હાથમાં કૅચઆઉટ થયો હતો. વૈભવ માત્ર ચાર રન બનાવી શક્યો હતો.

વૈભવે આ વખતની ટૂર્નામેન્ટમાં 53 છગ્ગા ફટકાર્યા છે. વધુ સાત છગ્ગા ફટકારે તો ક્રિસ ગેઈલના એક સીઝનના હાઈએસ્ટ 59 સિક્સરનો રેકોર્ડ તોડી શકે એમ છે. વૈભવે આજે તો સૌને નિરાશ કર્યા, પરંતુ રાજસ્થાન પ્લે ઑફમાં પહોંચે તો તેને એમાં ફરીવાર આ રેકોર્ડ બ્રેક કરવાની તક મળશે.
રાજસ્થાનને બૅટિંગ મળ્યા પછી યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીની જોડીએ શાંત શરૂઆત કર્યા બાદ યશસ્વીએ છગ્ગા-ચોગ્ગા ફટકારીને બન્ને ટીમ તરફી પ્રેક્ષકોને ખુશ કરી દીધા.
જોકે યશસ્વી સૌથી ઓવરમાં 27 રનના પોતાના સ્કોર પર કેચ આઉટ થયો હતો. ત્રણે ત્રણ સિક્સર અને એકની મદદથી 27 રન બનાવ્યા હતા. સ્પિનર વિલ જેક્સના બોલમાં તે મિસટાઈમ્ડ શોટમાં પોઇન્ટ પર કોર્બિન બોશ્ચના હાથમાં કૅચ આપી બેઠો હતો.
પાવર પ્લેની છ ઓવરના અંતે રાજસ્થાનનો સ્કોર 3 વિકેટે 54 રન હતો. યશસ્વી અને વૈભવ ઉપરાંત કેપ્ટન રિયાન પરાગ પણ આઉટ થઈ ચૂક્યો હતો.