Tue Sep 01 2026

Logo

કેમ વડોદરાના યુવકને દોરડાથી બાંધી હૉસ્પિટલ ખસેડવો પડ્યો, એક ભૂલ ભારે પડી ગઈ કે...

2026-08-12 20:40:20
Author: Pooja Shah
કેમ વડોદરાના યુવકને દોરડાથી બાંધી હૉસ્પિટલ ખસેડવો પડ્યો, એક ભૂલ ભારે પડી ગઈ કે...

અમદાવાદઃ વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં નામના એક યુવકને શ્વાન કરડ્યો હતો. જોકે તેણે એન્ટિ રેબિઝ ઈન્જેક્શન ન લેતા તેને કથિત રીતે હડકવા ઉપડ્યો હોવાનું પ્રાથમિક ધોરણે માનવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર યુવકને થોડા સમય પહેલા શ્વાન કરડ્યો હતો પણ તેણે ઈન્જેક્શન કે અન્ય કઈ સારવાર લીધી ન હતી. અચાનક તેની માનસિક સ્થિતિ કથળી હતી અને તે પોતાની જાતને બચકાં ભરવા માંડ્યો હતો અને ત્યારબાદ અન્ય લોકોને પણ તેણે બચકાં ભર્યા હતા. 

સ્થિતિ નિયંત્રણ બહાર જતા આસપાસના લોકોએ તેને દોરડેથી બાંધી રાખ્યો હતો અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સમાં તેને ગોત્રી હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અહીં તેની હાલત ગંભીર જણાતા તેને ઈન્ફેશિયલ ડિસિઝ માટેની હૉસ્પિટલે ખસેડવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

અહીંના તબીબોના જણાવ્યા અનુસાર એકવાર હડકવા થયા બાદ વ્યક્તિના જીવંત રહેવાની શક્યતાઓ ઘણી ઓછી રહે છે. આથી શ્વાન કરડે કે તરત તબીબી સારવાર લેવી જરૂરી છે.