Thu Jul 23 2026

Logo

વડોદરામાં પાર્ટી કરી રહેલા યુવકોમાં થઈ બબાલ ને ધડાધડ ફાયરિંગ થયું............

2026-07-04 11:54:00
Author: Mayur Patel
Article Image

વડોદરાઃ શહેરમાં પાર્ટી કરી રહેલા યુવકોમાં બબાલ થઈ હતી. જે બાદ ધડાધડ ફાયરિંગ થતાં ચકચાર મચી ગઈ હતી. 

શું છે મામલો

મળતી વિગત પ્રમાણે, 2 જુલાઈએ મધ રાત્રે શહેરના ગોત્રી-ભાયલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. આરના-48 એપાર્ટમેન્ટના 201 અને 301 નંબરના ફલેટ પર ફાયરિંગ થયું હતું. બંને મકાનમાંથી કારતૂસ મળી આવ્યા હતા. ગોળી બાલ્કનીમાંથી મચ્છળ જાળી અને કાચ તોડી લાકડાના દરવાજાને પાર થઈ હતી.

ફાયરિંગને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો હતો. જે ફલેટ પર ફાયરિંગ થયું તે આરના-48 ફ્લેટથી 200 મીટર દૂર આવેલા અશ્વમેઘ એવન્યુના ચોથા માટે પાર્ટી ચાલતી હતી. જેમાં કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે ગોળી 200 મીટર દૂર આવેલા ફ્લેટમાં ગઈ હતી.

ઘટના બાદ પાર્ટી કરી રહેલા યુવકો ફફડી ઉઠ્યા હતા અને ભાગદોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસે 6 લોકોની ધરપકડ કરી તેની પાસેથી ફાયરિંગ કરેલું હથિયાર જપ્ત કર્યું હતું.

તપાસ દરમિયાન સામે આવેલી વિગત મુજબ જે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરાયું હતું તે અમદાવાદના યુવકની છે અને તેનું લાયસન્સ પણ છે. પોલીસે 4 કારતુસ પણ કબ્જે કર્યા હતા. પોલીસે રિવોલ્વર લાયસન્સ ધારક સહિત છ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.