વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. માતા-પિતા બાજુના રૂમમાં હતા ત્યારે પૂજારીએ સગીરાને પૂજાના નામે બીજા રૂમમાં લઈ ગયો હતો અને હવસ સંતોષી હતી. આ ઘટનાથી સગીરા ડરી ગઈ હતી. પરંતુ તેણે બીજી વખત મિત્રની લઈ મોબાઈલ કેમેરા ગોઠવી આખી કરતૂતનો વીડિયો ઉતારી લીધો હતો. જે બાદ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો
મળતી વિગત પ્રમાણે, વડોદરામાં રહેતી એક સગીરાને વારંવાર ગુસ્સો આવતો હતો. દીકરીનો સ્વભાવ ચીડિયો થઈ જતાં માતા-પિતાએ પૂજારીનો સંપર્ક કર્યો હતો. પૂજારીએ વિધિના બહાને સગીરાને બીજા રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ આચરી પૂજારીએ પીડિતાને ધમકી આપી હતી. જેથી સગીરાએ માતા-પિતાને વાત કરીશ તો તેઓ લડશે તેમ માની તેના માનેલા ભાઈને વાત કરી હતી. બીજી વખત વિધિ કરવા પૂજારી ઘરે આવ્યો ત્યારે સગીરાએ મોબાઈલ સંતાડીને ગોઠવી દીધો હતો. જેમાં પૂજારીની તમામ હરકત કેદ થઈ હતી. જે બાદ સગીરાએ પોલીસનો સંપર્ક કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, એક સગીર દીકરીએ આવીને પોતાની સાથે થયેલા દુષ્કર્મ અંગે વાત કરી હતી. જે બાદ કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી અને આરોપી પૂજારીની ધરપકડ કરી હતી. દીકરીને વારંવાર ગુસ્સો આવતો હોવાથી તેનો સ્વભાવ સુધારવા માતા-પિતાએ એક પૂજારીને વિધિ કરવા ઘરે બોલાવ્યો હતો.
પૂજારી ઘરે બે વાર આવ્યો હતો. પહેલીવાર તેણે દીકરી સાથે ખોટું કામ કર્યું અને ધમકી આપી હતી. દીકરી ગભરાઈ ગઈ હતી કે જો તે ઘરમાં કહેશે તો માતા-પિતા તેને જ વઢશે. પૂજારી જ્યારે બીજી વાર આવ્યો ત્યારે દીકરીએ તેના મિત્રની મદદથી મોબાઈલનો કેમેરો ગોઠવીને આખી ઘટનાનો વીડિયો ઉતારી લીધો. આ વીડિયો પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.