Thu Jul 23 2026

Logo

અમદાવાદના વટવામાં બે સગીરના ડૂબી જવાથી મોત, 12 કલાકે મૃતદેહ મળ્યા

2026-07-22 18:48:31
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવડ તળાવમાં બે સગીર ડૂબી જવાથી તેમના મોત નિપજ્યાની ઘટના ઘટી હતી. સંગીરના મૃતદેહો બહાર લાવતા ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને લગભગ 12 કલાક બાદ તેમના મૃતદેહ બહાર આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

અહીંના મંગળવારે મોડી સાંજે બે મિત્ર 13 વર્ષીય અરમાન ઈસ્લામુદિન અંસારી અને 17 વર્ષીય મોહમદ અલી યાદઅલી સૈયદ નાહવા માટે પડ્યા હતા. કોઈએ છોકરાઓને ડૂબતા જોઈ પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો. લગભગ સાંજે આઠેક વાગ્યે ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસકર્મીએ તળાવ પાસે પહોંચ્યા હતા અને તેમની શોધખોળ શરૂ કરી હતી.

ફાયર બ્રિગેડની ટીમે ટેકનોલોજી ડીપ ટ્રેકરની મદદથી પણ રાત્રે તપાસ કરી હતી, રાતના અંધારામાં સગીરો ન મળતા ફરી વહેલી સવારે શોધખોળ શરૂ થતા લગભગ આઠેક વાગ્યે બંન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. બાળકો ગુમ થયા હોવાથી પરિવારો પણ શોધતા હતા. પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટ્મ માટે મોકલી અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.