તેહરાન: યુએસ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, યુએસએ વિમાન વાહક જહાજો અને ફાઈટર જેટ્સ મધ્યપૂર્વમાં તૈનાત કર્યા છે. એવામાં સોમવારે ઈરાનમાં હજારો લોકોનાં ફોન એક સાથે રણકી ઉઠ્યા હતાં, તેમને અનામી નંબરથી મેસેજ મળ્યા હતાં, જેમાં લખવામાં આવ્યું હતું કે, "અમેરિકન રાષ્ટ્રપતિ કરી બતાવવા વાળા માણસ છે. રાહ જુઓ".
ગુરુવારે જીનીવામાં ઈરાન અને યુએસ વચ્ચે વાટાઘાટો થવાની છે, એવામાં અહેવાલો છે કે યુએસ સૈન્યએ ઈરાન પર હુમલાની યોજના બનાવી લીધી છે અને ટ્રમ્પની મંજુરીની રાહ જોવામાં આવી રહી છે. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કહ્યું હતું કે તેઓ ઈરાન પર મર્યાદિત લશ્કરી હુમલા અંગે પર વિચાર કરી રહ્યા છે.
અહેવાલો નોંધે છે કે જીનીવામાં વાટાઘાટો દરમિયાન જો ઈરાન યુએસની માંગણીઓનો ઇનકાર કરે, તો યુએસ અલી ખામેની અને તેના નજીકના નેતાઓને ટાર્ગેટ બનાવીને હુમલા કરી શકે છે. તાજેતરમાં બોર્ડ ઓફ પીસ મીટિંગમાં ટ્રમ્પે ચેતવણી આપી હતી કે યુસ આગામી 10 દિવસમાં ઈરાન સામે પગલા ભરી શકે છે, જો અર્થપૂર્ણ સોદો નહીં થાય તો ખરાબ પરિણામ આવી શકે છે.
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે તકરારના રાજદ્વારી ઉકેલ માટે હજુ પણ સારી તક છે, તેહરાન યુએસ લશ્કરી દબાણ હેઠળ નહીં આવે.ઈરાને યુએસનીના સંભવિત લશ્કરી કાર્યવાહીનો વળતો જવાબ આપવાની ચેતવણી આપી છે.