ઝુબૈદા વલિયાણી
નળ-દયયંતીના જીવનની કઠણાઈ વર્ણવતા પ્રેમાનંદે કહેલું.
- `વાંકી રે વેળા રે વહાલું કો'નથી,
સૌ સુખ સમે સાથી થાય...!'
- લાડકી પૂર્તિની વ્હાલી વાચક બહેન-દીકરીઓ!
- આપણે જીવનમાં અનેક પરિચયો કેળવીએ છીએ,
- સંબંધો બાંધીએ છીએ,
- મિત્રો કરીએ છીએ ને એમ જીવન ચાલતું રહે છે.
- જીવનમાં તડકી-છાંયડી આવ્યા કરે છે.
- સુખ-દુ:ખ ને વિટંબણાઓ પણ આવે છે.
- પગ નીચેથી ધરતી સરકી જાય છે, તેવી આપત્તિઓ પણ આવે છે.
- સગાં-સંબંધીઓ અને મિત્રો હોય તો આપત્તિનો એ સમય હળવાશથી પસાર કરી શકાય છે.
- પરંતુ વાસ્તવિકતા કાંઈક જુદી જ છે.
- વ્યક્તિ સુખી હોય.
- તેની પાસે સંપત્તિ હોય ત્યારે તેના સુખમાં ભાગ પડાવવા.
- મહેફિલો માણવા ને
- મોજમજા કરવા માટે સાથીદાર શોધવા નથી પડતા.
- મધ ઉપર કીડી બેસે તેમ માનવીઓ સુખ-સંપત્તિ પર ઝળૂંબતા હોય છે.
- વ્હાલી વાચક બહેન-દીકરીઓ!
- સંબંધોની સાચી પરખ તો થાય છે દુ:ખમાં, આપત્તિમાં.
- માનવી જ્યારે ચારેકોર આફતથી ઘેરાઈ જાય છે ત્યારે તેને સાથ દેવા, મદદ કરવા કોણ આવે છે. તેના પરથી સાચાં સગાં કે સંબંધીનો પરિચય થાય છે.
સંબંધોની હદ હોય છે
સુખના દિવસ સુધી દોસ્તીની પણ કસોટી થાય છે એમાં ખરી!
- મોટે ભાગે લોકોને અનુભવ એવો થાય છે કે સુખના સમય દરમિયાન જે સંબંધો હોય છે તે દુ:ખ આવતાં જ મીણની જેમ ઓગળી જાય છે ને રોજ હળતા-મળતા ને મજા કરતા લોકો આવે ટાણે ખબરેય ન પડે તેમ સરકી જાય છે. આંખથી આંખ પણ મેળવતા નથી. વ્યક્તિ એકલો-અટૂલો પડી જાય છે.
- બહેનો! સંબંધોની આ અસલિયત છે.
- કહેવાયું છે કે -
- `શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક જેના પર શિર વારીએ એ લાખોમાં એક'
- લોકોએ બતાવેલું આ સત્ય થોડાક અપવાદ બાદ કરતા સાવ સાચું છે.
- પોતાનાં દુ:ખ માણસે પછી તે સ્ત્રી હોય કે પુરુષ! પોતે જ સહી લેવાના હોય છે. કોઈ એમાં ભાગીદાર થઈ શકતું નથી.
- સંજોગો જવાબદાર હોઈ શકે,
- અંગત પરિસ્થિતિ જવાબદાર હોઈ શકે, પણ વ્યક્તિ મિત્ર તરીકે દુ:ખ વેળાએ ઊણો ઉતરે છે એ વાતનો ઈનકાર કરી શકાય તેમ નથી.
- અને એટલે જ ઉપરોક્ત પંક્તિમાં કવિએ સંબંધોની મર્યાદા બતાવી આપી છે કે સંબંધોની હદ સુખના દિવસ સુધીની જ હોય છે - સુખના દિવસો પૂરા થાય કે સંબંધો એક પછી એક સરકવા માંડે છે.
વ્હાલી લાડકી મિત્રો!
- સામાન્ય પરિચિતોની વાત જવા દઈએ, પણ જેની સાથે દિલના, હૃદયના સંબંધો બંધાયા હોય તેવા મિત્રોનું શું?
- કવિ કહે છે,
- `દોસ્તોય આંખ ભીંજવીને ચાલતા થયા'.
- નિકટના મિત્રો પણ
* સમભાવ,
* સહાનુભૂતિ (શાબ્દિક જ તો) બતાવીને ચાલતા થઈ જાય છે.
* અફસોસ વ્યક્ત કરે છે,
* શોક બતાવે છે.
* દયા ખાય છે.
- પણ પડખે ઊભા રહેવાની વાત કોઈ કરતું નથી.
- સંસારને અસાર કહ્યો છે તે આ બધા કારણોથી જ તો...!
* સુખ કે સબ સાથી, દુ:ખ કા ન કોઈ...!
* * *
ક્યા ગમ હૈ?
તુમ્હેં ક્યા પતા ગમ ક્યા હૈં,
તુમ્હેં ક્યા પતા ગમ કીસે કહતે હૈં,
તુમ ક્યા જાનો ગમ ક્યા ચીજ હૈં,
તુમને તો હંમેશાં...
થૂંક સે હી કવર કો ચિપકાયા હૈં...!