Tue Jul 14 2026

Logo

આધારવાડી જેલના રસોડામાં આગ લાગતાં બે કેદી દાઝ્યા

2026-07-14 19:12:25
Author: Yogesh C. Patel
Article Image

થાણે: થાણે જિલ્લામાં આવેલી આધારવાડી જેલના રસોડામાં મંગળવારે બપોરે આગ લાગતાં બે કેદી દાઝી ગયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અગ્નિશમન દળના જવાનો જેલમાં પહોંચે એ પહેલા જ ફાયર સુરક્ષાનાં સાધનોથી આગ બુઝાવી દેવામાં આવી હતી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. 

કલ્યાણ-ડોંબિવલી પાલિકાના આધારવાડી ફાયર સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે જેલમાં આગ લાગી હોવાની જાણ તેમને બપોરે 1.20 વાગ્યે કરવામાં આવી હતી. અમારી ફાયર ટીમ જેલમાં પહોંચે એ પહેલા અમને બીજો કૉલ આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે આગ બુઝાવી દેવામાં આવી છે. (પીટીઆઇ)