Fri Apr 17 2026

Logo

ભારતીય ક્રિકેટરોને ગ્રહણ નડ્યું! વાનખેડેમાં પ્રૅક્ટિસ સવા કલાક મોડી શરૂ કરી...

2026-03-03 21:36:04
Author: Ajay Motiwala
Article Image

mykhel


મુંબઈઃ વાનખેડે (Wankhede) સ્ટેડિયમમાં ગુરુવાર, પાંચમી માર્ચે (સાંજે 7.00 વાગ્યાથી) ઇંગ્લૅન્ડ સામે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ રમનાર ભારતીય ટીમે મંગળવારે ચંદ્રગ્રહણ (Lunar Eclipse)ને કારણે પ્રૅક્ટિસ (Practice) લગભગ એક કલાક અને 20 મિનિટ મોડી શરૂ કરી હતી.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની ટીમ સાંજે 6.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રૅક્ટિસ કરવાની હતી. જોકે તેઓ સમય બદલીને સાંજે 7.20 વાગ્યે મેદાન પર આવ્યા હતા.

ખેલાડીઓ મેદાન પર ઊતર્યા એ પહેલાં જ સપોર્ટ સ્ટાફના અમુક મેમ્બર પ્રૅક્ટિસને લગતી પૂર્વતૈયારીઓ માટે ગ્રાઉન્ડ પર આવી ગયા હતા. અમુક કોચ પણ આવી ગયા હતા, પરંતુ પ્રૅક્ટિસ ઘણી વાર પછી શરૂ કરવામાં આવી હતી.

ખરેખર તો સ્ટેડિયમની ફ્લડલાઇટ્સ જ સાંજે 6.50 વાગ્યે ચાલુ કરવામાં આવી હતી. અમુક લાઇટ્સ ઑન કરવામાં આવ્યા પછી તમામ ખેલાડીઓ આવ્યા ત્યારે બધી લાઇટ્સ ચાલુ કરાઈ હતી.