Sun Jun 07 2026

Logo

તાપીના ઉકાઈ નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, 2.7 ની તીવ્રતા નોંધાઈ

2026-06-07 13:03:00
Author: Vimal Prajapati
Article Image

ઉકાઈઃ દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકો આવ્યો છે. ભૂકંપના આંચકાના સિલસિલામાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.  તાપી જિલ્લાના ઉકાઈ અને તેની આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાઈ હયો હતો. આજે વહેલી સવારે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 'ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ' (ISR) દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે 5:01 વાગ્યે આ ધરતીકંપ નોંધાયો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 માપવામાં આવી હતી.

સોનગઢ અને વ્યારાના વિસ્તારમાં આંચકાની તીવ્ર અસર વર્તાઈ

ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ આંચકો હળવો હોવાના કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યાં નથી. અચાનક આવેલી ધ્રુજારીને કારણે લોકો ગભરાઈને જાગી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સોનગઢ અને વ્યારાના ગ્રામીણ વિસ્તારોમાં આંચકાની તીવ્ર અસર વર્તાઈ હતી. કારણે  આ વિસ્તારોમાં મોટાભાગે નળિયાવાળા અને કાચા મકાનો આવેલા છે. ભૂકંપ આવતા સુરક્ષા માટે લોકો સત્વરે ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યાં હતાં. 

કેન્દ્રબિંદુ ઉકાઈથી આશરે 32 કિમી દૂર નોંધાયું

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે, ભૂકંપના આ આંચકાનું કેન્દ્રબિંદુ ઉકાઈથી આશરે 32 કિમી દૂર જમીનની અંદર નોંધાયેલ છે. જાનહાનિના કોઈ સમાચાર મળ્યાં નથી. માત્ર 2.7ની તીવ્રતાનો ભૂંકપ હોવાના કારણે જાનમાલને પણ કોઈ હાની પહોંચી નથી. પરંતુ લોકો ગભરાઈ ગયાં હતાં. ચિંતાની વાત એ છે કે, આ વિસ્તારમાં ઉકાઈ ડેમ આવેલો છે, જો ભૂકંપનો આંચકો વધારે તીવ્ર હોય તો ડેમને અસર થઈ શકે! પરંતુ અત્યારે એવા કોઈ સમાચાર નથી મળ્યાં! જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.