Tue Apr 21 2026

Logo

T20 વર્લ્ડ કપ ફિક્સિંગ: કેનેડાની ટીમ પર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો પડછાયો? કેપ્ટન બાજવાની તપાસ શરૂ

2026-04-21 14:43:00
Author: Savan Zalariya
Article Image

ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાની હેઠળ યોજાયેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન મેચ ફિક્સિંગ થયું હોવાના અહેવાલ મળતા ખળભળાટ મચી ગયો છે.  ન્યુઝીલેન્ડ સામેની મેચમાં કેનેડિયન ટીમેં ફિક્સિંગ કર્યું હોવાના આરોપની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તપાસ કરી રહી છે, પરંતુ એ પહેલા ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ 'ફિક્સિંગ કૌભાંડ' પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સીધો હાથ હોઈ શકે છે.

ICCનું એન્ટી કરપ્શન યુનિટ(ACU) હાલમાં કેનેડાના કેપ્ટન દિલપ્રીત બાજવાની સંડોવણીની તપાસ કરી રહ્યું છે. ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ સામેની મેચની એક મોંધી ઓવર બાદ બાજવા પર શંકા ગઈ હતી. સ્પોટ ફિક્સિંગની શંકાને પગલે, ACUએ બાજવાની પૂછપરછ કરી અને તેનો મોબાઇલ ફોન ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.

ફિક્સિંગ પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગ જવાબદાર:
કેનેડાની એક ન્યુઝ ચેનલે અહેવાલ આપ્યો છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ આ સ્પોટ ફિક્સિંગ કેસ સાથે જ્ડોયેલું હોઈ શકે છે. નોંધનીય છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ કેનેડામાં ઘણી સક્રિય છે, આ ગેંગને કેનેડામાં આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવી. અહેવાલમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે બાજવાને અચાનક કેપ્ટન બનાવવા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગ જવાબદાર હતી. 

ધમકીની મદદથી બાજવા કેપ્ટન બન્યો:
બાજવાને T20 વર્લ્ડ કપ  2026 શરુ થવાના થોડા અઠવાડિયા પહેલા અચાનક કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. બિશ્નોઈ ગેંગે કથિત રીતે ધમકીઓ આપીને તેને કેપ્ટન બનવા મદદ કરી હતી.

અહેવાલ મુજબ એક મોટી પ્રાદેશિક ટુર્નામેન્ટમાં જીત મેળવ્યા બાદ જુલાઈ 2025માં લગભગ 25 ક્રિકેટરો  બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક રેસ્ટોરન્ટમાં ભેગા થયા હતા. બે ખેલાડીઓ એક ટેબલ પર ગયા, આ ટેબલ પર કેનેડાની રાષ્ટ્રીય પુરુષ ટીમનો એક સ્ટાર ખેલાડી જમતો હતો. તેમણે દાવો કર્યો કે તેઓ બિશ્નોઈ ગેંગના સભ્ય છે. તેમણે ખેલાડીને ધમકી આપી કે જો તે દિલપ્રીત બાજવા અને અન્ય એક ખેલાડીના પ્રમોશનને ટેકો નહીં આપે, તો તેને અને તેના પરિવારને ગંભીર પરિણામો ભોગવવા પડશે.

ક્રિકેટ કેનેડાના પ્રમુખ પર પણ શંકા:
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે ક્રિકેટ કેનેડાના વર્તમાન પ્રમુખ અરવિંદર ખોસાના ઉદયને પણ આ ફિક્સિંગ સાથે સંકળાયેલા છે. ખોસાએ આ આરોપોને નકારી કાઢ્યા છે, તેમણે આરોપોને તેમની પ્રતિષ્ઠાને બગાડવાના રાજકીય પ્રેરિત પ્રયાસો ગણાવ્યા છે.