મુંબઈ: ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાની હેઠળ રમાઈ રહેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટ ખુબજ રોમાંચક તબક્કામાં પહોંચી ચુકી છે. ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં તમામ મેચ જીતીને સુપર-8માં જગ્યા બની લીધી છે, આ સ્ટેજના મેચ વધુ રોમાંચક રહે તેવી અપેક્ષા છે.
ICCએ જાહેર કરેલા શેડ્યુલ મુજબ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં કુલ 40 મેચ રમવાની છે, પરંતુ માત્ર 35 મેચના પરિણામ બાદ સુપર-8નું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારત, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમ સુપર 8 માટે ક્વોલિફાય થઇ છે.
સુપર-8 સ્ટેજ 21 ફેબ્રુઆરીથી શરુ થશે અને 1લી માર્ચે સમાપ્ત થશે, ત્યાર બાદ પહેલી સેમિફાઇનલ 4થી માર્ચ અને બીજી સેમીફાઈનલમ 5મી માર્ચે રમાશે, જેમાં વિજેતા થનારી ટીમો ફાઇનલમાં પ્રવેશ કરશે. 8 માર્ચે ફાઈનલ મેચ રમાશે.
સુપર-8 પ્રવેશ કરનારી ટીમો ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2028 માટે આપમેળે ક્વોલિફાય થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપ 2028 ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની યજમાની હેઠળ રમાશે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ ચાલી રહેલા T20 વર્લ્ડ કપના સુપર-8માં પ્રવેશી શકી નથી પરંતુ સહયજમાન હોવાથી તે T20 વર્લ્ડ કપ 2028 માટે આપમેળે ક્વોલિફાય થઇ ગઈ છે.
સુપર-8 સ્ટેજમાં ભારતીય ટીમન શેડ્યૂલ પર એક નજર કરીએ:
ભારત vs દક્ષિણ આફ્રિકા, 22 ફેબ્રુઆરી, રવિવાર; સાંજે 7:00 વાગ્યે. અમદાવાદ
ભારત vs ઝિમ્બાબ્વે, 26 ફેબ્રુઆરી, ગુરુવાર; સાંજે 7:00 વાગ્યે, ચેન્નાઈ
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ; 1 માર્ચ, રવિવાર; સાંજે 7:00 વાગ્યે; કોલકાતા