સુરતઃ રાજ્યામાં ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પટલો આવ્યો અને વહેલી સવારે વરસાદ શરૂ થયો હતો. આંકડાની વાત કરવામાં આવે તો, સુરતમાં માત્ર થોડી જ સમયમાં ધોધમાર 2 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાની પ્રી-મોન્સૂનની કામગીરી પર સવાલ થઈ રહ્યાં છે. આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?
વરસાદના કારણે સુરતમાં અનેક જગ્યાએ પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદના કારણે સામાન્ય લોકોને વધારે પરેશાની થઈ રહી છે. વરસાદના કારણે સુરતમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતાં. જેમાં ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલું નાળું પણ આખું પાણીમાં ગરકાર થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અનેક વિસ્તારોમાં ધૂંટણસમા પાણી ભરાઈ જતા રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી#Surat #Rain #Heavyrainpic.twitter.com/gFfmH4UOYZ
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) July 19, 2026
પાલિકાની પ્રી-મોન્સૂનની કામગીરી માત્ર કાગળો પર!
હકીકત છે કે, તંત્ર દ્વારા માત્ર કાગળો પર જ પ્રી-મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે. વાસ્તવમાં કોઈ કામ કરવામાં આવતું નથી, તેવો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યાં છે. સ્થાનિકોએ સવાલ કરી રહ્યાં છે કે, અમારા દ્વારા જે ટેક્સ ભરવામાં આવે છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે? સુરત મહાનગરપાલિકા દ્વારા કેમ આ પાણીના નિકાલ માટે કોઈ નક્કર કે કાયમી રસ્તો કરવામાં આવતો નથી? દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી હોવાના કારણે શહેરીજનો પરેશાન થઈ રહ્યાં છે. પરંતુ આ સવાલનો જવાબ સુરત મહાનગરપાલિકા આપી શકે તેમ નથી.