Fri Jun 19 2026

Logo

સુરત પોલીસની મોટી કાર્યવાહી: જૂની અદાવતમાં જાનથી મારી નાખવાની ધમકી આપનાર 'બંટી ડેવિલ ગેંગ' જેલ ભેગી

2026-06-19 19:13:44
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરત:
સુરતના ડિંડોલી વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે જૂની અદાવતનો ખાર રાખી હથિયારો સાથે આતંક મચાવીને  યુવકોને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મુખ્ય આરોપી બંટી ઉર્ફે દયાવન પાટીલ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. મુખ્ય સૂત્રધાર બંટીના ઈશારે તેના સાગરીતો ઘડેલા કાવતરાના ભાગરૂપે વિસ્તારમાં ડર ફેલાવવા આવ્યા હતા. 

મળતી વિગતો અનુસાર,  બાઇક પર આવેલા ત્રણ હુમલાખોરોએ ઉભેલા બે યુવકો સાથે ગાળાગાળી કરી હતી, તેનો વિરોધ કરનારા આરોપીઓએ છુપાવી રાખેલા ઘાતક છરા, સળિયા અને ચપ્પુ બતાવીને ભયનો માહોલ સર્જ્યો હતો. આ ટોળકીએ, "અમને બંટીએ મોકલ્યા છે, જો ફરી તેનું નામ લીધું તો જાનથી મારી નાખીશું." જેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બાદ પીડિતોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે તપાસ શરૂ કરીને ગુનામાં વપરાયેલી બાઇક અને હથિયારો જપ્ત કર્યા હતા, તેમજ મુખ્ય આરોપી બંટી સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. 
સચીન જીઆઈડીસી પોલીસ અને ડિંડોલી પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં રવિ ઉર્ફે ગોલુ હેમરાજ જેવેન્દ્રસિંગ સિંગ, શુભમ અર્જુન સતઈ સરોજ, વિશાલ રામનારાયણ ગુનેલાલ મોર્યા અને મોનુ દિલીપ લાલચંદ ગૌતમનો સમાવેશ થાય છે.

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે સુરત એસઓજી પોલીસે હાલમાં જ 'ઓપરેશન રેમ્બો-2' શરૂ કર્યું કરીને  હથિયારો રાખવા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ 52 જેટલા રીઢા ગુનેગારોને ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી હતી, જેનાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.