Thu Jul 23 2026

Logo

સુરત શહેરમાં વરસાદી કહેર, ડૂબવા અને કરંટની દુર્ઘટનાઓમાં 41 લોકોના મોત

2026-07-10 14:42:00
Author: Vimal Prajapati
Article Image

સુરત: શહેરમાં ભારે વરસાદના કારણે અનેક લોકો પ્રભાવિત થયાં હતાં. ખાસ કરીને પાણી ભરાતા પૂરની સ્થિતિ સર્જાઈ એટલે જનજીવન ખોરવાયું હતું. આ દરમિયાન કેટલાક લોકોનું મોત પણ થયું હતું. પાણીમાં તણાઈ જવું, કરંટ લાગવો અને અન્ય વરસાદી અકસ્માતના કારમે અત્યારે સુધીમાં 41 લોકોના મોત થયાં છે. મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો હતો. 

સુરતમાં આ વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયા

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સુરત શહેરના લિંબાયત, સારોલી, ખરવાસા અને ભેસ્તાન સહિતાના વિસ્તારોમાં સૌથી વધારે પાણી ભરાયું હતું. આ પાણીમાં અનેક લોકોના ડૂબી જવાથી મોત થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરી ગયાં ત્યારે મૃતકોના મૃતદેળ મળી આવ્યાં હતાં. સ્વજનના મોતાના કારણે પરિવારજનોમાં આભ ફાટ્યું છે. મૃત્યુઆંકમાં હજી સતત વધારો થઈ રહ્યો છે. 

સુરત શહેરમાં મૃત્યુઆંક 41 સુધી પહોંચી ગયો

પાણીમાં તણાઈ જવું, કરંટ લાગવો અને અન્ય વરસાદી અકસ્માતમાં થયેલા મોતના આંકડાની વાત કરવામાં આવે તો, કરંટ લાગવાની અલગ અલગ બે ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયાં હતાં. તે પછી 7 જુલાઈએ કરંટ લાગવો, ડુબી જવું જેવી ઘટનાઓમાં નવ લોકોના મોત થયાં હતાં. 8 જુલાઈએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 15 લોકોના મોત થયાં હતાં. તે પછી 9 જુલાઈએ બે અલગ અલગ વિસ્તારમાં ડૂબી જવાની ઘટનામાં 13 લોકોના મોત થયાં હતાં. અત્યાર સુધીમાં સુરત શહેરમાં મૃત્યુઆંક 41 સુધી પહોંચી ગયો છે. હજી પણ અનેક લોકો ગુમ થયાની આશંકાએ NDRF, SDRF, ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. 

સ્થાનિકોએ આક્ષેપો કરતા આ મામલે તંત્રની કામગીરી પર સવાલો કર્યાં છે. પ્રભાવિત વિસ્તારોમાં સમયસર બચાવ કામગીરી ના પહોંચી અને જોખમી વિસ્તારોને પૂરની સ્થિતિ અંગે કોઈ ચેતવણી આપવામાં ના આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. જો સમયસર બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતો તો અનેક લોકોના જીવ બચી ગયાં હોત, તેનું સ્થાનિકોએ જણાવ્યું હતું.