સુરત: ગુજરાતના સુરતમાં એક વૃદ્ઘ દંપતિએ વહીવટીતંત્રના હેરાનગતિથી પરેશાન થઈને કલેકટર પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. તેમના પરિવારના નવ લોકોના મૃત્યુ બાદ જીવન જીવતા આ દંપતિનો આરોપ છે કે તેમની 12 દુકાનોને વગર નોટિસે વારંવાર સીલ કરી દેવામાં આવે છે. તેમજ નાણાં પણ માંગવામાં આવે છે. હાઇકોર્ટે આ અંગે રાહત આપી હોવા છતાં દુકાનોને સીલ મારી દેવામાં આવે છે. જેના લીધે તે સંપૂર્ણ રીતે તૂટી ગયા છે.
પરિવારના નવ સભ્યો અકસ્માતમાં મૃત્યુ પામ્યા બાદ એકલવાયુ જીવન જીવી રહ્યા છે
આ અંગે મળતી વિગતો મુજબ વૃદ્ધ દંપતિ શ્યામભાઈ કપૂરજી ગહેલોત( 73 વર્ષ) અને મધુબહેન ગેહલોત( 68 વર્ષ) ગુજરાત હાઉસિંગ બોર્ડ જલારામ નગરમાં રહે છે. તેમજ વર્ષ 2016માં તેમના પરિવારના નવ સભ્યો અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.તેની બાદ તે એકલવાયુ જીવન જીવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2006 માં તેમણે બામરોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં 95, 96, 107 અને 110 નંબરના પ્લોટ પર આવેલી કુલ 12 નાની દુકાનો ખરીદી હતી. વર્ષ 2008 માં આ વિસ્તાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળ્યો હતો. તેની બાદ તેમણે નિયમિતપણે ટેક્સ ચૂકવ્યો છે.
ફાયર બ્રિગેડની એનઓસી બાદ દુકાનોના સીલ ખોલ્યા હતા
જ્યારે વર્ષ 2021ના સુરતના ઉઘના ઝોનમાં તત્કાલીન કાર્યકારી એન્જીનિયર કોઈ પણ પૂર્વ નોટીસ વિના તેમની 12 દુકાનો સીલ કરી હતી. જેના વિરુદ્ધમાં તેમણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ લડાઈ લગભવ સાડા પાંચ વર્ષ સુધી ચાલી હતી. તેમજ ફાયર બ્રિગેડના સર્ટિફિકેટ બાદ તેમની દુકાનોના સીલ ખોલવામાં આવ્યા હતા.
માનસિક અને આર્થિક રીતે હેરાનગતિ
જ્યારે દંપતિનો આક્ષેપ છે કે, તેમને સુરત મહાનગરપાલિકાના ઉઘના સાઉથ ઝોનના કાર્યકારી એન્જિનિયર અને કેટલાક સ્થાનિક રાજકારણીઓ તેમને શારીરિક, માનસિક અને આર્થિક રીતે હેરાન કરવામાં આવે છે.
કોઈ નોટિસ વિના તમામ દુકાનોને ફરી સીલ કરી દીધી
જોકે, તેની બાદ મે 2026માં ફરી ઉધના સાઉથ ઝોનના વર્તમાન કાર્યકારી એન્જીનિયરે કોઈ નોટિસ વિના તમામ દુકાનોને ફરી સીલ કરી દીધી હતી. જયારે દંપતિએ આરોપ લગાવ્યો કે તેમને સ્થાનિક નેતાને મળવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમજ નાણાનો વ્યવહાર કરવા પણ કહેવામાં આવી રહ્યું છે. જયારે તેવો આ ઉંમરમાં સતત
કાનૂની અને વહીવટીતંત્ર સામે લડતા લડતા માનસિક અને આર્થિક રુપે સંપૂર્ણ રીતે તૂટી ગયા છે.
હવે તેમને જીવવાની કોઈ ઈચ્છા નથી
આ ઉપરાંત શ્યામ ગેહલોતે જણાવ્યું હતું કે વર્ષ 2016 માં થયેલા માર્ગ અકસ્માતમાં તેમનો આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. જેમાં ફક્ત તેઓ અને તેમની પત્ની જ જીવિત રહ્યા હતા. તેમણે કહ્યું કે હવે તેમને જીવવાની કોઈ ઈચ્છા નથી, તેથી જ તેમણે કલેક્ટર પાસે ઈચ્છામૃત્યુની માંગ કરી છે.
વહીવટી અને રાજકીય સ્તરે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા
આ ઘટનાએ વહીવટી અને રાજકીય સ્તરે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે. જોકે, સુરત મહાનગરપાલિકા અને સબંધિત અધિકારીઓ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.