જયપુરઃ ગોવિંદા અને સુનિતા વચ્ચેના ડખા સતત ચર્ચામાં રહે છે. ક્યારેક સુનિતા એવો બફાટ કરી દે છે કે, તે બોલિવૂડમાં હેડાલાઈન્સ બને છે તો ક્યારેક ગોવિંદા હોસ્પિટલની બાહર જોવા મળતા અનેક તર્ક-વિતર્ક ચર્ચાય છે. સુનિતા આહુજા આવા વાદ-વિવાદ વચ્ચે જયપુર ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા પહોંચી ગઈ છે. ખાટુ શ્યામના દરબારમાં હાજરી આપવાની સાથે તેણે બાલાજીધામમાં પણ શીશ નમાવ્યું હતું. સુનિતા સાથેના વિવાદો વચ્ચે ગોવિંદાએ એઆઈ જનરેટેડ તથા ડીપફેક કોન્ટેટને લઈને લીગલ એક્શન લેવાની પણ ચેતવણી આપી હતી.
અટકળને ખુદ સુનિતાએ વેગ આપ્યો
જયપુરના ખાટુ શ્યામ મંદિરે પહોંચીને સુનિતાએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મંદિર પરિસરમાં હાથ જોડીને ઊભી છે. સંપૂર્ણ રીતે ભક્તિમાં ડૂબેલી સુનિતા અન્ય એક વીડિયોમાં તે હનુમાન મંદિરમાં જતી દેખાઈ રહી છે. ત્યાં પણ શીશ નમાવીને પ્રણામ કરી રહી છે. સુનીતા એક એવા સમયે ખાટુ શ્યામ મંદિરે પહોંચી છે જ્યારે ગોવિંદા સાથે એના ક્લેશની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ખુદ સુનિતા પણ આ પ્રકારની વાતને લઈને અટકળને વેગ આપી ચૂકી છે. તાજેતરમાં જ સુનિતા આહુજા અને રાખી સાવંતની વાતચીતનો એક વીડિયો સામે આવ્યો હતો. પાપારાઝીની સામે રાખી સાવંતે સુનિતાને કોલ કર્યો હતો. ફોન સ્પીકર પર હતો. આ દરમિયાન સુનિતાએ કહ્યું હતું કે, પોતાના છૂટાછેડાની અરજી એટલા માટે પરત ખેંચી, કારણ કે તે બીજા લગ્ન માટેની તૈયારી કરી રહ્યો હતો.
કાશ્મીરાની વાતની ચર્ચા
ગોવિંદાના મેનેજર શશીસિંહે આ દાવાને ફગાવી દીધો હતો. તેણે કહ્યું હતું કે, ગોવિંદા કોઈ બીજા લગ્ન કરવાના નથી. આજના દિવસ સુધી સુનિતા ગોવિંદાના પત્ની છે. એક્ટ્રેસ કાશ્મીરા શાહનો પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં કે આ સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપી રહી છે. તેણે પારિવારિક વિવાદ અંગે વાત કરતા કહ્યું હતું કે, આ કેસમાં તે સંપૂર્ણ રીતે મામીની સાથે છે. સુનિતા અત્યાર સુધી ચૂપ રહી અને હવે તે પોતાનો અવાજ ઊઠાવે છે તો અવશ્ય આની પાછળ એક મોટું તેમજ ગંભીર કારણ જવાબદાર હશે. આવું પહેલીવાર નથી, સુનિતા આ પહેલા પણ પોતાના પતિ સામે બાંયો ચડાવી ચૂકી છે. પોતાના અંગત જીવનમાં પણ ખૂબ જ બેબાક અને બોલ્ડ છે.