ફેશનઃ
ખુશ્બુ મુલાણી ઠક્કર
કોટન પેન્ટ્સ એ સૌથી વધુ આરામદાયક અને વર્સેટાઇલ બોટમ વેર છે. કોટન ફેબ્રિક શ્વાસ લેવા યોગ્ય, હલકું અને ત્વચા પર નરમ હોય છે, જેથી મુંબઈ જેવા ગરમ અને ભેજવાળા વાતાવરણ માં પણ તમે આખો દિવસ કમ્ફર્ટેબલ રહી શકો છો.કોટનના પેન્ટ્સને ઓફિસ વેર અને કેઝ્યુઅલ વેર બંનેમાં સરળતાથી સ્ટાઇલ કરી શકાય છે. અહીં આપણે બંને પ્રકારની સ્ટાઇલ વિશે વિગતવાર જાણીશું, જેથી તમે તમારા વોર્ડરોબમાં નવા આઇડિયા ઉમેરી શકો.
ઓફિસ વેરમાં કોટનના પેન્ટ્સ કેવી રીતે પહેરવા?
ઓફિસમાં પ્રોફેશનલ લૂક માટે કોટનના પેન્ટ્સ તમને સ્માર્ટ અને પૉલિશ્ડ લૂક આપી શકે. સૌથી પહેલા સ્ટ્રેટ લેગ અથવા સ્લિમ ફિટ કોટન ટ્રાઉઝર પસંદ કરવા. જેમાં પ્લીટ્સ અથવા બેલ્ટ લુપ્સ હોય. જેમનું શરીર ભરેલું છે તેમણે પ્લીટ્સ વાળા પેન્ટ્સ ન પહેરવા. તેનાથી કમરનો ભાગ દેખાવમાં વધારે લાગશે. તેઓ કોટન હોઝિયરીના સ્ટ્રેચેબલ પેન્ટ્સ પહેરી શકે, અથવા ટમી ટક્કર વાળા પેન્ટ્સ પહેરી શકાય. તેનાથી પેટનો ભાગ થોડો ઓછો લાગશે.
જેનું શરીર સુડોળ છે તેઓ પ્લીટ્સ વાળા પેન્ટ્સ પહેરી શકે. જો તમે ફોર્મલી આ પંત પહેરવાના હોવ તો ખાસ ધ્યાન એ રાખવું કે, પેન્ટમાં બેલ્ટ લુપ્સ હોય. તમે તમારી બોડી ટાઈપ પ્રમાણે બેલ્ટની સાઈઝ પસંદ કરી શકો.જો તમારી હાઈટ સારી હોય તો તમે બેલ બોટમ પેન્ટ્સ પહેરી શકો. હાઈટ હશે તો જ પેન્ટની પેટર્ન દેખાશે. બેલ બોટમ પેન્ટ્સ સાથે સિલ્ક શર્ટ કે પછી ફેન્સી ટોપ્સ પહેરીને એક ફોર્મલ લૂક આપી શકાય.
હેવી શરીરવાળી યુવતીઓએ પેન્ટના કલર પસંદ કરવામાં ખાસ ધ્યાન રાખવું જેમકે, ડાર્ક કલર્સ જેવા કે રોયલ બ્લુ, બ્લેક, ઓલિવ ગ્રીન કે બ્રાઉન. ડાર્ક કલર્સ તમારી બોડી ફ્રેમને કટ કરે છે. જો તમારું સુડોળ શરીર હોય તો તમે બધી જ જાતના કલર્સ પહેરી શકો. જો કોટન પેન્ટ્સને ઈન્ટક કરીને પહેરવામાં આવશે તો વધારે સ્માર્ટ લુક આવશે.
જો તમે હાઈ વેસ્ટેડ કોટન ટ્રાઉઝર પહેરવા માગતા હોવ તો, તેની સાથે પ્રિન્ટેડ ફેબ્રિકવાળું જેકેટ કે પછી લિનનનું શર્ટ કે જેકેટ પહેરી શકાય. જેમનું શરીર ભરેલું હોય તેમણે તો ખાસ હાઈ વેસ્ટ ટ્રાઉઝર પહેરવા જોઈએ જેથી કરી પેટ અને કમરનો ભાગ વધારે ન દેખાય. આ લૂકમાં કોટનના પેન્ટ્સનો ફાયદો એ છે કે તે રિંકલ ફ્રી હોવાને કારણે આખો દિવસ ફ્રેશ લૂક આવે છે..
કેઝ્યુઅલ વેરમાં કોટનના પેન્ટ્સ કેવી રીતે સ્ટાઇલ કરવા?
કોટન પેન્ટ્સ તમે કેઝ્યુઅલી પણ પહેરી શકો. જેમકે, પ્લાઝો પેન્ટ્સ, સ્ટ્રેટ પેન્ટ્સ કે પછી બેલ બોટમ પેન્ટ્સ. કોટન પેન્ટ્સ સાથે કેઝ્યુઅલ લૂક આપવા માટે તમે ક્રોપ ટોપ્સ, ઓફ શોલ્ડર ટોપ્સ કે પછી કોઈ ફેન્સી ટોપ્સ પહેરી શકાય.જેમકે, વાઈટ કોટન પેન્ટ સાથે બ્લેક ટેંક ટોપ અને કોઈ સ્ટેટમેન્ટ જ્વેલેરી પહેરી શકાય.
જો તમે કોફી ડેટ માટે જાવ છો તો, કોટન પેન્ટ સાથે કાફતાન કે ઓવર સાઈઝ ટોપ પહેરી શકાય. જો તમે કોટન પેન્ટ સાથે ઇન્ડિયન લૂક જોઈએ છે તો તમે કુર્તી પહેરી શકો. કોટન પ્રિન્ટેડ ફેબ્રિકમાં પણ કોટન પેન્ટ આવે છે, તેની સાથે તમે પ્લેન ટી શર્ટ પહેરી શકો કે પછી હોલ્ટર ટોપ કે સ્પેગેટી ટોપ પણ પહેરી શકાય.
કોમન ટિપ્સ -પેન્ટની સાઈઝ તમારા બોડી ટાઇપ અનુસાર લેવી. ખાસ કરીને પેન્ટ હાઈ વેસ્ટ પસંદ કરવા જેથી પહેરવામાં કમ્ફર્ટેબલ રહે. વોશેબલ અને ક્વિક દ્રાઈ હોવાને કારણે કોટન પેન્ટ પહેરવામાં આરામદાયક લાગે છ. કોટન પેન્ટ્સ બજેટ ફ્રેન્ડલી હોવાને કારણે તમે અલગ અલગ સ્ટાઇલના વાસવવા ભારે નથી પડતા.
કોટન પેન્ટ્સ તમારા વોર્ડરોબમાં હોવા જ જોઈએ. કોટન પેન્ટ્સ ઓફિસમાં પ્રોફેશનલ અને કેઝ્યુઅલી એફર્ટલેસ લૂક આપે છે.કોટન પેન્ટ્સ હંમેશાં એન્કલ લેન્થના સારા લાગશે. જો વાઈડ લેગ્સ પેન્ટ હશે તો તેની લેન્થ થોડી લાંબી હોવી જોઈએ. તમારા બોડી અને હાઈટને અનુસાર પેન્ટની સ્ટાઇલ નક્કી કરી શકાય.
કોટન પેન્ટ સાથે ફોર્મલ લૂક માટે પગમાં હિલ્સ અથવા બેલીસ પહેરી શકાય અને કેઝ્યુઅલ લૂક માટે લોફર્સ કે સ્નીકર્સ પહેરી શકાય.