Fri Oct 02 2026

Logo

એક્ટ્રેસ શ્રિયા સરનનો વ્હાઇટ ડ્રેસમાં ગ્લેમરસ અવતાર, તસવીરો થઈ વાયરલ

2026-09-11 22:14:31
Author: Mumbai Samachar Team
એક્ટ્રેસ શ્રિયા સરનનો વ્હાઇટ ડ્રેસમાં ગ્લેમરસ અવતાર, તસવીરો થઈ વાયરલ

મુંબઈઃ 'દ્રશ્યમ' અને 'આવારપન' ફેઈન શ્રિયા સરને મસ્ત ફોટોશુટ કરાવ્યું છે. ફેસથી ક્યૂટ અને સ્માઈલથી ફેન્સને ઈમ્પ્રેસ કરી દેતી એક્ટ્રેસે 'દ્રશ્યમ'માં બેસ્ટ એકિંટગ કરી છે. નવા ફોટોશુટમાં તેનો ગ્લેમર અંદાજ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતીય અને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા દ્વારા આગવી ઓળખ બનાવનાર અભિનેત્રી શ્રેયા સરન સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. તે અવારનવાર પોતાના ચાહકો સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે. તા.10 સપ્ટેમ્બર 2026 ના રોજ તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી, જેમાં તેનો આકર્ષક અને ગ્લેમરસ અંદાજ જોવા મળે છે.

આ તસવીરોમાં શ્રિયા સરન સ્ટાઇલિશ સફેદ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. આ ડ્રેસમાં ડીપ નેકલાઇન અને સુંદર ડ્રેપ ડિટેલિંગ છે, જ્યારે નેકલાઇન પર કરવામાં આવેલું સિલ્વર અને મોતીનું કામ તેમાં એક વિશેષ આકર્ષણ ઉમેરે છે. આ આઉટફિટમાં અભિનેત્રી ખૂબ જ ક્લાસી લાગે છે. ઓર્નામેન્ટની વાત કરીએ તો, શ્રિયાએ સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ, બ્રેસલેટ અને વીંટીઓ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. તેણે તેના વાળને સહેજ 'મેસી અપડો' (થોડા અસ્તવ્યસ્ત અંદાજમાં ઉપર બાંધેલા વાળ) સ્ટાઈલમાં બાંધ્યા છે, જેમાં છૂટી પડેલી વાળની ​કેટલીક લટો તેના ચહેરાની આસપાસ રહીને તેના લુકને વધુ આકર્ષક બનાવે છે.

Shriya Saran(Drishyam: The Conclusion (2026)
એક તસવીરમાં શ્રિયા ખીલખિલાટ હસતી જોવા મળે છે. કેટલાક ફોટામાં અભિનેત્રી ઊભા રહીને પોઝ આપતી જોવા મળે છે.  તસવીરોમાં આત્મવિશ્વાસપૂર્ણ અને સ્ટાઇલિશ લાગે છે. શ્રેયાનો આ લુક તેની આગામી ફિલ્મ 'દ્રશ્યમ 3'ના ટ્રેલર લોન્ચ કાર્યક્રમનો છે. ગોવામાં 'દ્રશ્યમ 3'ના ટ્રેલર લોન્ચનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રિયા ઉપરાંત ફિલ્મની સમગ્ર સ્ટાર કાસ્ટ તેમજ દિગ્દર્શક અને નિર્માતા પણ ઉપસ્થિત રહ્યા હતા. 

ફિલ્મી કરિયર પર એક નજર
ફિલ્મમાં અજય દેવગન, તબ્બુ અને જયદીપ અહલાવત પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. આ ફિલ્મ 2જી ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ પહેલા તેણે આવારપન જેવી મસ્ત ફિલ્મો આપી છે. હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. પોતાની સુંદરતા, અભિનય અને સરળ વ્યક્તિત્વથી શ્રિયાએ દર્શકોના દિલમાં ખાસ સ્થાન મેળવ્યું છે. ‘શિવાજી: ધ બોસ’ જેવી લોકપ્રિય ફિલ્મથી તેમને વ્યાપક ઓળખ મળી હતી, જ્યારે ‘દૃશ્યમ’ જેવી ફિલ્મમાં તેમના અભિનયને દર્શકો અને સમીક્ષકો તરફથી ખૂબ પ્રશંસા મળી. લાંબી ફિલ્મી કારકિર્દી દરમિયાન શ્રિયાએ અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવી પોતાની અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો છે અને આજે પણ તેઓ ભારતીય મનોરંજન જગતમાં સક્રિય તથા લોકપ્રિય અભિનેત્રીઓમાં સામેલ છે.