જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહને એક વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે જેમ કે સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. એ જ રીતે શનિને ન્યાયના દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શનિ સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે અને તેને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવા માટે અઢી વર્ષનો સમય લાગે છે. આમ શનિને એક રાશિચક્ર પૂરું કરવા માટે શનિદેવને 30 વર્ષનો સમય લાગે છે. આવા આ શનિ ટૂંક સમયમાં નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શનિ દેવની ચાલ અત્યંત ધીમી હોય છે, તેથી તેનું દરેક પરિવર્તન લાંબા ગાળાની અસર છોડે છે. આજથી શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. 22મી ફેબ્રુઆરીના શનિ પોતાના જ સ્વામિત્વવાળા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. 21મી માર્ચ સુધી શનિ આ જ સ્થિતિમાં રહેશે. જેને કારણે અમુક રાશિના જાતકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સફળતાનું આગમન થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
મીનઃ
શનિ હાલમાં મીન રાશિમાં જ બિરાજમાન છે અને તેનું પોતાના જ સ્વામિત્વવાળા નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ આ રાશિના જાતકો માટે આર્થિક રીતે સકારાત્મક રહેશે. નાણાંકીય બાબતોમાં મોટો સુધારો જોવા મળશે. જોકે, આવકની સાથે ખર્ચ પણ વધવાની શક્યતા છે, તેથી બજેટનું આયોજન કરવું જરૂરી છે. કોઈ પણ નવો પ્રોજેક્ટ કે બિઝનેસ શરૂ કરવા માટે આ સમય અત્યંત શુભ છે. દાંપત્ય જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે.
મેષઃ
શનિનું આ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે કરિયરમાં નવી ઊંચાઈઓ લઈને આવી રહ્યું છે. જો લાંબા સમયથી કોઈ કામ અટકી પડ્યું હશે તો એ કામ પણ પૂરા થઈ રહ્યા છે. નોકરી કરી રહેલાં જાતકોને આ સમયે ઓફિસમાં કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે, જે ભવિષ્યમાં પ્રમોશનનો માર્ગ મોકળો કરશે. વિદેશ પ્રવાસના યોગ બની રહ્યા છે અને સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો પારિવારિક અને વ્યવસાયિક દ્રષ્ટિએ ઉત્તમ રહેશે. જો તમે બિઝનેસમાં છો, તો વિદેશી કંપનીઓ સાથે મોટી ડીલ કે સોદા થવાની પૂરી શક્યતા છે. ગુરુના શુભ પ્રભાવથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.