Fri Apr 17 2026

Logo

શેન વૉર્નના મૃત્યુનું આ હતું `કારણ': પુત્ર જૅક્સને ધડાકો કરતા કહ્યું કે...

sydney   2026-04-14 17:15:40
Author: Ajay Motiwala
Article Image

સિડનીઃ ઑસ્ટ્રેલિયાના મહાન સ્પિનર અને આઇપીએલના પ્રથમ ચૅમ્પિયન-કૅપ્ટન શેન વૉર્નનું 2022માં બૅન્ગકૉકમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું એના ચાર વર્ષ બાદ તેના પુત્ર જૅક્સને (Jackson) મૃત્યુનું કારણ જણાવીને ક્રિકેટજગતમાં સનસનાટી મચાવી દીધી છે. જૅક્સને કહ્યું છે કે તેના પિતાને કોવિડ સંબંધિત ત્રણથી ચાર વૅક્સિન લેવા દબાણ કરવામાં આવ્યું હતું અને કદાચ એ જ કારણસર તેના પિતાનું અકાળે મૃત્યુ થયું હતું.

શેન વૉર્ન (Shane Warne)નું 2022ની સાલમાં બાવન વર્ષની ઉંમરે બૅન્ગકૉકના એક રિસોર્ટમાં હાર્ટ અટૅકથી અવસાન થયું હોવાનું એ સમયે અહેવાલોમાં જણાવાયું હતું. જોકે તેનું મૃત્યુ રહસ્યમય સંજોગોમાં થયું હોવાની પણ ચર્ચા છે. પુત્ર જૅક્સને `ટૂ વર્લ્ડ્સ કૉલાઇડ પૉડકાસ્ટ' માટેની ચર્ચામાં એવું પણ કહ્યું હતું કે તેના પિતાને સ્વાસ્થ્ય સંબંધિત અમુક તકલીફો હતી. 2021માં શેન વૉર્નને કોવિડ થયો હતો. જોકે તેને કોઈ મોટી બીમારી નહોતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 7NEWS Sydney (@7newssyd)

જૅક્સને પૉડકાસ્ટ પરની વાતચીતમાં કહ્યું, `મને પાકી ખાતરી છે કે કોવિડની રસી જ કારણભૂત હતી. જોકે હું કોઈ વિવાદ ઊભો કરવા નથી માગતો. તેમને સ્વાસ્થ્ય વિશેની કેટલીક તકલીફો હતી. મેં મારા પિતાના મૃત્યુના સમાચાર સાંભળ્યા કે તરત જ મેં મનોમન સરકારને જવાબદાર ગણાવી હતી. મેં તરત જ કોવિડ અને વૅક્સિનના કારણરૂપ ગણાવ્યા હતા.'

જૅક્સને એવું પણ જણાવ્યું છે કે `ઘણાને હાર્ટ અટૅક આવતા હોય છે, પરંતુ મારા ડૅડ તો સાજા હતા. થોડી તકલીફ જરૂર હતી, પણ મને લાગે છે કે તેમને ત્રણથી ચાર કોવિડ વૅક્સિન લેવી પડી હશે એની જ અસર થઈ હશે. ત્યારે એકંદરે તેઓ હેલ્ધી હતા અને બહુ ખુશ પણ હતા. હા, તેમને સ્મોકિંગની અને ડ્રિન્કની આદત હતી, પણ ઘણા લોકોને 80થી 90 વર્ષની ઉંમરે પણ આ આદત હોય છે અને ડૅડી કરતાં વધુ લિકર લેતા હોય છે, પરંતુ તેમને કંઈ જ નથી થતું હોતું.'