Sun Aug 23 2026

Logo

મુંબઇના કુર્લામાં મોટી દુર્ઘટના, રેલવેની વીજળી લાઇન પર ક્રેન પડી, 6 લોકો ઘાયલ; અનેક મકાન ઝપેટમાં આવ્યા

2026-08-21 11:25:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઇના કુર્લામાં શુક્રવારે સવારે એક વિશાળ ક્રેન પડવાથી મોટી દુર્ઘટના સર્જાઇ. ક્રેન MMRDAની હતી જે કુર્લા અને ટ્રોમ્બે સિંગલ લોકલ ટ્રેન લાઇનના ઓવરહેડ વાયરની ઉપર પડી. ક્રેન એટલી મોટી હતી કે રેલવે લાઇનના કિનારે બનેલી અનેક ઝૂંપડીઓ તેની ઝપેટમાં આવી. દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઘટના બાદ તે વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ. અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા. 

રેલવે ઓવરહેડ લાઇન પર પડી વિશાળ ક્રેન 

આ દુર્ઘટના કુર્લાના કુરેશી નગરમાં થઇ. શિફ્ટિંગ દરમ્યાન એક ઘર પર ક્રેન પડવાની ઘટના બની તે એરિયામાં MMRDAનું કામ ચાલી રહ્યું હતું. સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર મુંબઇ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (MMRDA) તરફથી નજીકના કાર્યસ્થળ પર કામ કરી રહેલી એક ક્રેન કુર્લા અને ટ્રોમ્બેની વચ્ચે ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇન પર પડી. જો કે આ દુર્ઘટનાથી રેલવે ટ્રાફિક પર કોઇ ખાસ અસર ન થઇ. કારણ કે આ સિંગલ લાઇન છે અને ફક્ત માલગાડીના ઉપયોગ માટે તેનો ઉપયોગ થાય છે. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે અને ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

પ્રત્યક્ષદર્શિયોએ શું જોયું

પ્રત્યક્ષદર્શિયોને જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં એક જુની બિલ્ડિંગને તોડોવાનું કામ ચાલી રહ્યું હતું. તેના માટે પોકલેન મશીનને ઇમારતની ઉપર પહોંચાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. નજરે જોનારાઓનું કહેવું છે કે મશીનને ઉપર લઇ જવા દરમ્યાન અચાનક ક્રેનનું સંતુલન બગડી ગયું અને તે પલટી ગયું. આ દરમ્યાન કોઇને સંભાળવાની તક ન મળ અને જોતજોતામાં ક્રેનનો મોટો હિસ્સો આસપાસના મકાનો પર પડ્યો

BMC એ શું કહ્યું?

BMCએ આધિકારિક નિવેદન જાહેર કરીને કહ્યું , ''ઘટનાસ્થળે હાજર એલ વોર્ડના જૂનિયર એન્જિનિયર પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર, MHADA તે જગ્યાને હટાવવાનું કે તોડવાનું કામ કરવાનું હતું. તેના માટે પોકલેન મશીનનો ઉપયોગ કરીને ક્રેન લગાવાઇ રહી હતી. આ ઘટનામાં કુલ છ ઘાયલોને સાયન હોસ્પિટલ અને બે ઘાયલોને કુર્લા ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલોના નામો વિશે હજુ કોઇ માહિતી સામે નથી આવી. એ શોધવાની કોશિશ કરવામા આવી રહી છે કે શું ઘટના સ્થળે કોઇ ફસાયું તો નથી ને''