જામનગરઃ સૌરાષ્ટ્રમાં એક PIની અંગત કારે ટક્કર મારતાં 2 યુવકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બનાસ સમયે PI જાતે ડ્રાઈવિંગ કરતા હતા.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, જામનગરના જામજોધપુર પોલીસ સ્ટેશનના PI એન બી ચૌહાણની અંગત કારથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2 યુવકોનાં કરૂણ મોત થયા હતા.
જામજોધપુર નજીક વસંતપૂર પાટિયા પાસે એક મૃત બળદને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે PI એન. બી. ચૌહાણ પોતે કાર ચલાવીને જઈ રહ્યા હતા ત્યારે ત્યાં ઉભેલા લોકોને તેમની કારે જોરદાર ટક્કર મારી હતી. જેમાં જમવાડીના રોનક ખાંટ (30 વર્ષ) અને જામજોધપુરના લૂધા ગઢવી નામના બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે રામદાસ ગોંડલીયા નામના એક વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત સર્જાયા બાદ PI પોતે ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.