Thu May 28 2026

Logo

કવર સ્ટોરીઃ રાતોરાત મળેલી સફળતાથી સંભાળવું, નહીંતર...

2026-05-22 10:26:00
Author: Hema Shashtri
Article Image

હેમા શાસ્ત્રી

2018માં ‘કેદારનાથ’ (સુશાંત સિંહ રાજપૂત) અને ‘સિમ્બા’ (રણવીર સિંહ) એમ ડબલ ધમાકાથી શાનદાર શરૂઆત કરનારી સારા અલી ખાન હાલ ખુશખુશાલ છે. એની નવીનક્કોર ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો દો’ને પ્રથમ ત્રણ દિવસમાં બૉક્સ ઑફિસ પર સારો આવકાર મળતાં પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર તેણે દર્શકોનો આભાર માન્યો છે. દર્શકોને ફિલ્મ પસંદ પડી છે અને સારાનું કામ પણ ગમ્યું છે એટલે સ્વાભાવિક છે કે અભિનેત્રી રાજીની રેડ થઈ ગઈ હોય. 

અલબત્ત, ‘ધુરંધર’ સ્ટાઇલનો વકરો નથી થયો અને વર્તમાન માહોલમાં રૉમેન્ટિક કૉમેડી ફિલ્મ માટે તો એ સંભવ પણ નથી. જોકે, પંચાવન કરોડ રૂપિયાના બજેટમાં બનેલી ‘પતિ પત્ની ઔર વો દો’એ ત્રણ દિવસમાં 25 કરોડનું કલેક્શન મેળવી લીધું છે. આ ફિલ્મ કમાણી કરશે એવો અણસાર જરૂર આપે છે. ફિલ્મ રિલીઝ થવા પૂર્વે પ્રમોશન દરમિયાન સારાએ એક ખૂબ જ સરસ વાત કરી જે કોઈ પણ કલાકારના જીવનમાં મહત્ત્વની સાબિત થઈ શકે છે.

‘રાતોરાત મળેલી સફળતાથી સંભાળવું’ એમ મમ્મી અમૃતા સિંહે પ્રારંભિક સફળતા મળ્યા પછી દીકરીને સલાહ કમ ચેતવણી આપી હતી.

ફિલ્મ રિલીઝ પહેલા પ્રચાર યાત્રામાં સારાએ સફળતા-નિષ્ફળતા અંગે થયેલી ડિબેટ સંદર્ભે મોકળા મને વાત કરી હતી. કારકિર્દીની શરૂઆતમાં જ મળેલી સફળતા સંદર્ભે મમ્મીએ આપેલી ચેતવણી યાદ કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્સેસ-ફેલ્યોરનો પોતે કઈ રીતે સામનો કરે છે એની પણ છણાવટ તેણે કરી હતી. આઠ વર્ષ પહેલાં પદાર્પણ વખતે સારી સફળતા મળ્યા પછી ‘લવ આજ કલ’ નિષ્ફ્ળ નીવડી અને આ ઓછું હોય એમ કોવિડ કાળને કારણે એની ત્રણ ફિલ્મ ‘કુલી નંબર વન’, ‘અતરંગી રે’ અને ‘ગેસલાઇટ’ ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થઈ અને એને મોળો પ્રતિસાદ મળ્યો. 

મમ્મી અમૃતા સિંહની વાત યાદ કરીને દીકરી સારાએ કહ્યું કે ‘મને કારકિર્દીની શરૂઆતમાં જ દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. રાતોરાત સફળતા મળતાં મમ્મીએ કહ્યં ‘બેટા, સાચવીને. પછી આવેલી બે ફિલ્મને પહેલી બે ફિલ્મ જેટલી સિનેપ્રેમીઓની મોહબ્બત ન મળી અને હું રીતસરની ગભરાઈ ગઈ. જોકે, તરત જાતને સંભાળી લીધી. આ ઇન્ડસ્ટ્રીને બહુ નિકટથી જોઈ છે અને એટલું જરૂર શીખી છું કે તમે સારું કામ નિષ્ઠાપૂર્વક કરો તો દર્શકો તમને બે હાથે આવકાર જરૂર આપશે.’ મમ્મીની સલાહ અને પોતાની કેળવેલી સમજણ સારા અલી ખાન કારકિર્દીના ઉતાર-ચઢાવ દરમિયાન સ્થિર રહી શકે છે.

ટીકાથી મોઢું ન ફેરવી લેવું પણ એને ગંભીરતાથી લઈ આગળ વધવું એવું માનતી સારા અલીને હવે સફળતા મળી રહી છે. 

2023માં રિલીઝ થયેલી વિકી કૌશલ સાથેની ‘જરા હટકે જરા બચકે’ને બૉક્સ ઑફિસ પર સારો આવકાર મળ્યો હતો. સૌમ્યા ચાવલા દુબેનું હસમુખ અને જિંદાદિલ પાત્ર દર્શકોને બહુ પસંદ પડ્યું. અનુરાગ બસુની ‘લાઈફ ઈન અ મેટ્રો’ની સ્પિરિચ્યુઅલ સિક્વલ ‘મેટ્રો ઈન દિનો’ને પણ દર્શકોએ પસંદ કરી અને સારાનું નામ ફરી ગાજતું થઈ ગયું. જોકે, સારાને ‘પતિ પત્ની ઔર વો દો’ પાસેથી વધુ અપેક્ષા છે. 

એનું એક મહત્ત્વનું કારણ એ છે કે આજના દર્શકને ફિલ્મની શૈલી (રોમેન્ટિક, ઐતિહાસિક, બાયોપિક વગેરે) કરતાં એ ફિલ્મમાં રહેલી ઇન્ટેન્સિટી (આવેગ, ઉત્કટતા) વધારે પ્રભાવિત કરે છે. ‘ધુરંધર’ સ્ટાઇલની ફિલ્મોને મળતી ધૂંઆધાર સફળતાનું એ પ્રમુખ કારણ છે.  
  
સારાનું કહેવું છે કે ‘આ ફિલ્મ (પતિ પત્ની ઔર વો દો) તમે તમારાં બાળકો કે પછી દાદા-દાદી સાથે જોઈ શકશો. કોઈ સીન-સિક્વન્સ વખતે કે ગીત રેલાતું હોય ત્યારે આંખ-કાન બંધ નહીં કરવાં પડે, મોઢું નહીં ફેરવી લેવું પડે. થિયેટરમાં બેસી પરિવાર સાથે ચિત્રપટ જોઈ મનોરંજન મેળવ્યું હોય એ વાતને ઘણો સમય થઈ ગયો હશે. ‘પતિ પત્ની ઔર વો દો’ ટાઇટલ કદાચ ગેરમાર્ગે દોરી શકે છે, પણ ફિલ્મ નિર્ભેળ પારિવારિક મનોરંજન છે એની હું ગૅરંટી આપું છું.’

સારા અલી ખાન 31 વર્ષની થઈ અને તેમ છતાં એકના બે થવા વિશે-લગ્ન કરવા વિશે કોઈ વાત વહેતી નથી થઈ કે નથી અભિનેત્રીએ કોઈ ઉત્સુકતા-ઇચ્છા દેખાડ્યા.

‘શું આ વિશે પણ મમ્મીના સલાહ-સૂચન કામ કરી રહ્યાં છે?’ સારાની કેફિયત એનો અણસાર જરૂર આપે છે. ‘મુંબઈ સમાચાર’ના વાચકો તો એ વાતથી વાકેફ હશે જ કે અમૃતા સિંહનાં લગ્ન ઍક્ટર સૈફ અલી ખાન સાથે થયાં હતાં. ઉંમરમાં 12 વર્ષના તફાવત છતાં 1991માં બંનેના નિકાહ થયા, પણ 13 વર્ષના લગ્નજીવન પછી 2004માં છૂટાછેડા થયા. 

સૈફ તો 2012માં કરીના કપૂરને પરણી ગયો, પણ અમૃતા સિંહ આજની તારીખમાં પણ એકલી જ રહે છે. સારાની હમઉમ્રની અદાકારાઓએ લગ્ન કરી લીધાં છે, પણ સારાને કોઈ ઉતાવળ હોય એવું નથી લાગતું. ભૂતકાળમાં એકાદ ઍક્ટર સાથે એના અફેરની વાતો ચગી હતી, પણ એ પતંગ હવામાં ઓગળી ગયો કે કપાઈ ગયો, ખબર જ ન પડી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે નાતો નહીં ધરાવતી વ્યક્તિ સાથે પણ ડેટિંગનું અફવા બજાર ગરમ હતું, પણ સારા તરફથી કોઈ સમર્થન નથી મળ્યું. 

તાજેતરના એક અન્ય ઇન્ટરવ્યૂમાં અમૃતા પુત્રીએ જીવનસાથીની પસંદગીને બદલે ધીરજ રાખી ફિલ્મ કારકિર્દીને પ્રાધાન્ય આપવા વિશે વાત કરી હતી. ટીવી ચૅનલ સાથેની વાતચીતમાં સારાએ મોકળા મને જણાવ્યું હતું કે ‘જીવનમાં તમે જે જુઓ છો, જેનો અનુભવ કરો છો એ તમારા ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. 

લગ્નને નિષ્ફ્ળ જતાં મેં જોયા છે. એટલે યોગ્ય સાથી મળે એની રાહ જોવામાં માનું છું. એ જ્યારે પણ બનશે, લગ્ન માટેનો શ્રેષ્ઠ સમય હશે. લગ્ન કરવાની ઇચ્છા છે, પણ લગ્ન કરવાં જ જોઈએ અને તો જ જીવનમાં પૂર્ણતા આવે એવું હું નથી માનતી. એવું પૂર્ણ જીવન જીવવાની મારી કોઈ તમન્ના નથી.’

મમ્મી અમૃતા સિંહના જીવનપાઠનું એક પ્રકરણ શીખેલી સારા ડેડી સૈફ અલી ખાન સામે પણ આડકતરી રીતે આંગળી ચીંધે છે. સૈફ-અમૃતાના છૂટા પડવા માટે જે કારણો આપવામાં આવ્યાં હતાં એમાં એક કારણ ‘ઇન્ફિડેલિટી’ (વિશ્વાસઘાત, બેવફાઈ) પણ હતું. અંગ્રેજીમાં ‘ચીટર’ શબ્દ પણ વપરાય છે. સારાની દલીલ હતી કે ‘પાર્ટનર-જીવનસાથી દગો કરી-બેવફાઈ કરી અને મારાથી થઈ ગયું, હવે ફરી નહીં કરું એવી સફાઈ આપતા હોય છે. હા, કદાચ એ વ્યક્તિ ફરી બેવફાઈ નહીં કરે, એ કરશે જ એવું હું નથી કહેતી, પણ ‘ચીટર’નું લાગેલું લેબલ દૂર નથી કરી શકાતું.’ મતલબ સ્પષ્ટ છે - સારા એવી વ્યક્તિ સાથે ન રહી શકે.

સારા અલી ખાન ઍક્ટિંગ તો સારી કરે જ છે, એની વાતોમાં પણ ડહાપણ છલકાય છે. આવી ડાહીને કોઈ ડાહ્યો મળી જાય એવી શુભેચ્છા...