Thu May 28 2026

Logo

‘હમતુમ’ ફિલ્મને લઈને 22 વર્ષ પછી ડાયરેક્ટરે કર્યો મોટો ધડાકો, કહ્યું એ સૌથી ગંદો કિસિંગ હતો

2026-05-28 22:38:05
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડની ઘણી ફિલ્મો સ્ક્રિન પર જેટલી સ્મૂથ દેખાય છે એવી ઓફ સ્ક્રિન સરળ હોતી નથી. ક્યારેક લીડ સેલેબ્સ વચ્ચે જ ડખા ચાલતા હોય તો ક્યારેક ઓન સ્ક્રિન કેમેસ્ટ્રી સારી હોય પણ ઓફ સ્ક્રિન દોસ્તી પૂરતા પણ સંબંધ ન હોય. 'હમતુમ' આવી જ ફિલ્મ પૈકીની એક છે. વર્ષ 2004માં આવેલી ફિલ્મે લોકોને પસંદ આવી હતી. ખાસ કરીને કાર્ટુંન કેરેક્ટર સાથે આવતી ફિલ્મે એક અલગ મજા કરાવી હતી. 22 વર્ષ બાદ હવે આ ફિલ્મના ડાયરેક્ટરને સેટ પરની હકીકત ઉઘાડી છે. ડાયરેક્ટર કુણાલ કોહલીએ કહ્યું કે, ફિલ્મના શુટિંગ વખતે રાની મુખર્જી અન સૈફ વચ્ચે ખાસ કોઈ પ્રકારની બોડિંગ ન હતું. 

ઓફસ્ક્રિન કેમેસ્ટ્રી જુદી હતી

આ ફિલ્મ રીલિઝ થઈ એ પછી લોકોને ખૂબ ગમી હતી. ઓન સ્ક્રિન બન્ને વચ્ચે એક સ્મૂથ ટ્યુનિંગ બતાવવામાં આવ્યું છે. આ અંશે ડાયરેક્ટર સફળ રહ્યા હતા. આ ફિલ્મને 22 વર્ષ થયા છે હવે ડાયરેક્ટરે જે વાત કહી એ આશ્ચર્યજનક છે. ડાયરેક્ટરે ઉમેર્યું હતું કે, શુટિંગ વખતે સૈફ અને રાની મુખર્જી વચ્ચે દોસ્તી સારી ન હતી. સિનેસ્ક્રિન પર બન્ને વચ્ચે દમદાર બોડિંગ જોવા મળ્યું છે. ઓફસ્ક્રિન બન્ને એકબીજાને પસંદ કરતા પણ ન હતા. તેઓ એકબીજા સાથે કોઈ રીતે વાતચીત પણ કરતા ન હતા. સેટ ઉપર પણ અલગ અલગ રહેતા હતા. આ કારણે ફિલ્મમાં કેટલાક રોમેન્ટિક સીન કરવા અઘરા બની ગયા હતા. સાંસો કો સાંસો સે આ ગીત વખતે રાનીને ઘણું અસહજ લાગી રહ્યું હતું.આ ગીત કરવા માટે રાનીએ પહેલા તો ના પાડી દીધી હતી.એ પછી માત્ર એક ટેક કરવા માટે રાજી થઈ. 

સૌથી ગંદો કિસિંગ સીન

આ ગીતના કિસિંગ સીનને ડાયરેક્ટરે હિન્દી સિનેમાનો સૌથી ગંદો સીન કહ્યો હતો.  શુટિંગ વખતે રાની એટલી નર્વસ હતી કે, સીન કરતી વખતે હસવા લાગતી હતી અને સીન અટકી જતો હતો. ક્યારેક કેમેરામાં એ પણ રેકોર્ડ થઈ જતું હતું. કૃણાલે મસ્તીભર્યા અંદાજમાં કહ્યું કે, એડિટમાં એ તમામ સીન દેખાતા હતા. એ સમયે લાગતું હતું કે, રાની ખરેખર હસી છે એ સમયે આખો સીન અલગ બની જતો હતો. આટલી મુશ્કેલીઓ હોવા છતા ફિલ્મનું શુટિંગ પુરૂ થયું.ફિલ્મ હીટ નીવડી અને ગીત આજે પણ એક વર્ગના લોકો માટે સૌથી ફેવરીટ છે.આ ફિલ્મ માટે સૈફ અલી ખાનને નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ જ ફિલ્મે સૈફઅલી ખાનની ફિલ્મી કેરિયરને એક નવી દિશા આપી હતી.