Mon May 04 2026

Logo

GT vs PBKS: અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સનો ધમાકો, નંબર વન પંજાબને હરાવી જીત મેળવી

2026-05-03 23:52:12
Author: Mumbai Samachar Team
Article Image

GT


સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરની ફટકાબાજીથી પંજાબ કિંગ્સ ઈલેવન પરાસ્ત

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ (GT) અને પંજાબ કિંગ્સ ઈલેવન (PBKS) વચ્ચેની આજની પહેલી મેચમાં કોલકાતા હૈદરાબાદ સામે જીત્યું હતું, જ્યારે બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સ નંબર વન ટીમ પંજાબને પછાડ્યું હતું. એક તબક્કે છેલ્લી ઓવર સુધી જોરદાર બંને તરફથી મેચમાં રસાકસી રહી હતી, પરંતુ (છેલ્લી ઓવરમાં જીતવા માટે 12 રન જોઈતા હતા, જેમાં વોશિંગ્ટન સુંદર (23 બોલમાં 40 રન*)એ ગુજરાતને ચાર વિકેટ (એક બોલ બાકી)થી જીતાડવામાં સફળતા અપાવી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદર સિવાય સાઈ સુદર્શન અને જોશ બટલરનું યોગદાન પણ મહત્ત્વનું રહ્યું હતું. 

પંજાબની સામે જીતવા માટે આવેલી ગુજરાત ટાઈટન્સે ધીમે પણ મજબૂત શરુઆત કરી હતી, જેમાં પહેલી ઓવરમાં 12 રન લીધા હતાં. જોકે બીજી ઓવરમાં કેપ્ટન શુભમન ગિલની વિકેટ અર્શદીપ સિંહે ઝડપી હતી. બીજી ઓવરમાં ગિલ (4 બોલમાં 5 રન) આઉટ થયા પછી રમતમાં જોશ બટલર આવ્યો હતો. પહેલી 6 ઓવરમાં ગુજરાતે 58 રન બનાવ્યાં હતા જયારે પંજાબે 10 ઓવરમાં બનાવી શક્યું નહતું.

પંજાબ વતી અર્શદીપે ગિલની વિકેટ ઝપડવા સિવાય અન્ય બોલર જાદુ કરી શક્યા નહોતા. જેવિયર બ્રાટલેટ અને માર્કો જેન્સન પણ બંનેએ બીજી ઓવર મજબૂત ફેંકીને દબાણ લાવ્યા હતા. આમ છતાં સાઈ સુદર્શન અને જોસ બટલર ઝડપી રમત રમીને આગળ વધ્યા હતા. બંનેએ જોશ બટલરની વિકેટ ઈમ્પેક્ટ બોલર વિજય કુમારે ઝડપી હતી. નવમી ઓવરમાં 69 રનના સ્કોર પર ગુજરાતની બીજી વિકેટ પડી હતી, જેમાં બટલરે (22 બોલમાં) 29 રનનુ યોગદાન આપ્યું હતું.

IPL

બટલર પછી નવોદિત હરિયાણાના ઓલ રાઉન્ડર નિશાંત સંધુ એ સાઈ સુદર્શન સાથે જોડી જમાવી હતી. જોકે બટલર આઉટ થયા પછી 10 ઓવરમાં ટીમે 78 રન બનાવ્યા હતા. પણ બારમી ઓવરમાં સ્ટોઇનિસે નિશાંત ની વિકેટ લીધી હતી જે 11 બોલમાં 15 રન બનાવ્યા હતા. જોકે સામે છેડે સાઈ સુદર્શન સાથે વોશિંગ્ટન સુંદર રમતમાં આવ્યો હતો જેને આવતા વેંત ફટકાબાજી કરી હતી. 13મી ઓવરમાં 100 રન થયા હતા જેમાં સાઈ સુદર્શન હીરો સાબિત થયો હતો. 41 બોલમાં 57 રન બનાવ્યા હતા, જેમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરનો સમાવેશ થયો હતો. આજની મેચના હીરો સાઈ સુદર્શન, વોશિંગ્ટન સુંદર રહ્યા હતા, જ્યારે પંજાબના અર્શદીપ સિંહે બે વિકેટ વિજયકુમારને બે વિકેટ મળી હતી, જ્યારે માર્કો જેન્સન અને માર્કસ સ્ટોઈનીસને એક-એક વિકેટ મળી હતી, પરંતુ યુઝવેન્દ્ર ચહલને કોઈ વિકેટ મળી નહોતી. 

શ્રેયસ અય્યરના નેતૃત્વમાં પંજાબની ટીમે નિરંતર જીત મેળવી છે, જેમાં આઠ મેચમાંથી છ મેચ જીત્યું છે, જ્યારે ગિલની કેપ્ટનશિપ હેઠળ ગુજરાતે નવ મેચમાંથી ચાર મેચ હાર્યું છે, જ્યારે પાંચ જીત સાથે પાંચમા ક્રમે છે. પોઈન્ટટેબલમાં પહેલા નંબરે રહેલી પંજાબની ટીમને આજે અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સે કોલકાતાની માફક વાપસી કરીને જીત મેળવી હતી.

હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું હતું. કોલકત્તાએ જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી છે. હૈદરાબાદે આપેલા 166 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકત્તાએ 18.2 ઓવરમાં ત્રણ વિકેટે 169 રન કરીને મેચ જીતી લીધી હતી. ગુજરાત ટાઈટન્સની આ સિજનની છઠ્ઠી જીત છે અને પ્લેઓફની રેસ રોમાંચક બનાવી છે. સિઝનની શરુઆતમાં સાત મેચમાં એક પણ મેચ નહીં હારનારી નંબર વન ટીમને આ બીજી હાર મળી છે.