મુંબઈઃ વેકેશન પીરિયડમાં અનેક એવી સેલેબ્સની ફેવરિટ જગ્યા આ વખતે માલદીવ્સ બની ગઈ છે.સોહાઅલી અને અવનીત જેવી ગ્લેમરસ સેબેલ્સે માલદીવ્સથી પોતાના બિકિની અવતારના ફોટો શૅર કર્યા હતા. હવે વધુ એક એક્ટ્રેસે માલદીવ્સના પોતાના વેકેશનના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ફેન્સને સરપ્રાઈઝ આપી છે. આ ફોટોમાં એક્ટ્રેસનો બિકિની અવાતર જોવા મળ્યો છે. બીચ સાઈટ પર જલસા કરતી એક્ટ્રેસ પર ફેન્સ દિલ ખોલીને રીએક્શન આપી રહ્યા છે. ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' ફેઈમ સહર બંબા ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન કાયમ કરવા માટે મહેનત કરી રહી છે. સની દેઓલના પુત્ર સાથે પહેલી ફિલ્મમાં આવ્યા બાદ બીજા પ્રોજેક્ટ માટે મહેનત કરી રહી છે.
સહસ બંબાનો બિકિની અવતાર
ફેન્સને પણ એનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. 27 વર્ષની સહર બંબાનો બિકિની અવતાર સામે આવતા ફેન્સને સરપ્રાઈઝ મળી હતી. સ્કાય બ્લુ કલરની સ્ટ્રિપલેસ બિકિનીમાં તેને એકથી એક ચડિયાતા પોઝ આપ્યા હતા. આ સાથે તેણે મલ્ટિકલરનું સ્કાર્ફ બિકીની બોટમ પહેર્યું હતું. બિકિની અવતારમાં એનું મસ્ત ફ્લોટ અને કટવાળું ફીગર દમદાર લાગી રહ્યું છે. સ્લીમ હોવાની સાથે ફીગર સારૂ હોવાથી એના પર દરેક આઉટફીટ સારા લાગે છે,

જોકે બીચ પરથી તેણે એકથી એક કિલર પોઝ આપ્યા હતા. પાછળ માલદીવ્સના બીચ અને રીસોર્ટનો લૂક સરળતાથી નજરે ચડે છે. બિકિની સાથે ગ્લોઈંગ લાઈટ મેકઅપ પણ કર્યો છે. હવામાં ઉડતી એની લટ એને નેચરલ લૂક આપે છે. માત્ર બિચ પર જ નહીં પણ સ્વિમિંગ પૂલમાં પણ બિકિની અવતાર જોવા મળ્યો હતો. રેડ સ્ટ્રિપ બિકિની પહેરીને તેણે સ્વિમિંગની મજા માણી હતી. એક્ટ્રેસનો બોલ્ડ અવતાર જોઈને ફેન્સ દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે.

હવે કઈ ફિલ્મમાં આવશે?
માલદીવ્સ વેકેશન એન્જોય કરવા ગયેલી સહર પર અનેક ફેન્સ ફિદા થઈ ગયા હતા. કોઈએ એના ફીગરના વખાણ કર્યા તો કોઈએ ફિટનેસના. આ ફોટો પર કોમેન્ટ બોક્સ ફાયર, દિલ, બ્યુટી ક્વિન, ઈમોજી વિથ સ્ટાર, હોટ, બોલ્ડ અને બ્યુટીફૂલ જેવી કોમન્ટથી ભરાઈ ગયું હતું. કરણ દેઓલ સાથે ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'થી તેણે ડેબ્યૂ કર્યું છે. આ પછી તે આર્યન ખાનની વેબસીરિઝ 'બેડ્સ ઓફ બોલિવૂડ'માં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. હવે તે ક્યા નવા ફિલ્મ પ્રોજેક્ટમાં જોવા મળે છે એની ફેન્સ રાહ જોઈ રહ્યા છે.સૂત્રોમાંથી વિગત એવી પણ મળી છે કે, તે ટૂંક જ સમયમાં કોઈ નવી ફિલ્મ સાઈન કરી શકે છે. આ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી.
