હાલમાં જ સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ દિલ્હીના જંતર મંતર ખાતે થયેલાં વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા અપશબ્દો બદ્દલ વિદ્યાર્થીઓને માફ કરતાં અને તેમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ના ભોગવવી પડે એ વિશે વાત કરતાં જોવા મળી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય કાયદાવ્યવસ્થા આ માટે શું જોગવાઈ કરવામાં આવી છે? જો આ સવાલનો જવાબ નામાં હોય તો આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસથી જો જો...
દિલ્હીના જંતર-મંતર પર થયેલા એક પ્રદર્શન દરમિયાન નોઈડાની રહેવાસી રુચિકા સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. આ વીડિયોમાં વડા પ્રધાન વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી બાદ ગાઝિયાબાદ નિવાસી સ્મૃતિ સિંહની ફરિયાદ પર નોઈડા પોલીસે કડક કાર્યવાહી કરી હતી. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદારતા દાખવીને માફી આપવાની વાત કર્યા બાદ રુચિકા સિંહે પણ સાર્વજનિક રૂપે વીડિયો શેર કરીને દેશવાસીઓ પાસે હાથ જોડીને માફી માંગી લીધી છે. આ આખા ઘટનાક્રમ બાદ સોશિયલ મીડિયા પર અને કાનૂની વર્તુળોમાં ગાળાગાળી તથા અપશબ્દો માટે ભારતીય કાયદામાં શું જોગવાઈ છે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
PM મોદી પર અપશબ્દો બોલનારી વિદ્યાર્થીનીનો માફીનો વીડિયો વાયરલ! કહ્યું- 'મારી મોટી ભૂલ થઈ' | Viral Apology Video
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) August 1, 2026
દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દોનો પ્રયોગ કરવાના આરોપનો સામનો કરી રહેલી વિદ્યાર્થીની રુચિકા સિંહનો એક… pic.twitter.com/sHOKYiMvDv
વીડિયો વાઈરલ થતાં થયેલાં વિવાદ બાદ પોલીસે આ કેસમાં કાનૂની પ્રક્રિયા હાથ ધરીને બીએનએસની કલમ 352, 353 (1) અને 356 (1) હેઠળ રૂચિકા સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. મામલો વધારે ચગતાં રુચિકા સિંહે સ્પષ્ટતા કરી હતી કે તેઓ ભીડમાં કેટલાક અસામાજિક તત્વોની વાતોમાં આવી ગયા હતા અને તેમણે પોતાના નિવેદન બદલ ઊંડો પશ્ચાતાપ વ્યક્ત કર્યો છે.
ગાલી કે અપશબ્દો આપવા પર બીએનએસની કઈ કલમો હેઠળ કેટલી સજા થઈ શકે?
ભારતીય ન્યાય સંહિતા હેઠળ દરેક કેસમાં પરિસ્થિતિ અને હેતુના આધારે અલગ-અલગ સજા નક્કી કરવામાં આવે છે. મુખ્ય કલમો અને તેની જોગવાઈઓ કરવામાં આવી છે જેમાં-
બીએનએસની કલમ 352 (શાંતિ ભંગ કે ઉશ્કેરણીના હેતુથી અપમાન):
જો કોઈ વ્યક્તિ જાણી જોઈને કોઈનું અપમાન કરે જેથી સામેવાળી વ્યક્તિ ઉશ્કેરાય, શાંતિ ભંગ થાય અથવા કોઈ અપરાધ થઈ જાય, તો આ કલમ લાગુ પડે છે. આ કલમ હેઠળ દોષિત સાબિત થવા પર મહત્તમ ૨ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને ની સજા થઈ શકે છે.
બીએનએસની કલમ 351 (ધમકી આપવા બાબતે):
જો અપશબ્દો કે અપમાનની ભાષા સાથે કોઈ વ્યક્તિને તેની જાન, સંપત્તિ કે પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપવામાં આવે, તો આ કેસ આ કલમ હેઠળ આવે છે. સામાન્ય ધમકીના મામલામાં બે વર્ષ સુધીની જેલ, જ્યારે ગંભીર ધમકીના કિસ્સામાં સાત વર્ષ સુધીની જેલની જોગવાઈ છે.
બીએનએસની કલમ 356 (માનહાનિ અને છબી ખરાબ કરવી):
જો કોઈ વ્યક્તિની છબી ખરાબ કરવાના હેતુથી તેના વિશે સાર્વજનિક રૂપે ખોટા અથવા માનહાની વાળા આરોપો મૂકવામાં આવે, તો આ કલમ લાગુ થાય છે. આ કલમ હેઠળ દોષિત સાબિત થનારા સામે પર બે વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને થઈ શકે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી અત્યારે જ તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે જરૂરથી શેર કરો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.