Fri May 01 2026

Logo

Dhurandhar 2: પોતાની જ ફિલ્મને પછાડી રણવીર સિંહ બન્યો બોક્સ ઓફિસનો નવો 'કિંગ', તોડ્યો 32 કરોડનો આંકડો...

2026-03-14 20:52:26
Author: Darshna Visaria
Article Image

લાંબા સમયથી દર્શકો રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર ટુ' (Dhurandhar 2)ની રાહ જોઈ રહ્યા હતા. દર્શકોમાં આ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે અને પહેલા જ દિવસે દેશભરમાં ટિકિટોના વેચાણે આંકડાઓમાં ધૂમ મચાવી દીધી છે. ચાલો નજર કરીએ આંકડાઓ પર...

બોલીવૂડ એક્ટર રણવીર સિંહની એક્શન પેક્ડ ફિલ્મ 'ધુરંધર ટુ' માટે પ્રી-સેલ વિન્ડો ઓપન થતાં જ ચાહકો તૂટી પડ્યા છે. 18મી માર્ચના રોજ થનારા પેઈડ પ્રીમિયર શોથી  આ ફિલ્મે 25 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મના પ્રીમિયર શો માટે મેટ્રો સિટીઝ જેમ કે મુંબઈ, દિલ્હી અને બેંગલુરુમાં હાઉસફુલના બોર્ડ લાગવા માંડ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો આ ફિલ્મ રણવીર સિંહની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર સાબિત થઈ શકે છે.

દેશભરના મલ્ટિપ્લેક્સ ચેઈન્સે ગુરુવાર રાતથી જ એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું હતું. ફિલ્મની એક્શન સિક્વન્સ અને રણવીરનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં બુકિંગ રેટમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. એમાં પણ ખાસ કરીને ફિલ્મના પ્રીમિયર શો માટેની ટિકિટો મિનિટોમાં વેચાઈ ગઈ છે, જે દર્શાવે છે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટો ધડાકો કરવા તૈયાર છે.

રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર ટુ' બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. એડવાન્સ બુકિંગના જે આંકડા સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. આ ફિલ્મે માત્ર તેના પહેલા ભાગનો રેકોર્ડ જ નથી તોડ્યો, પરંતુ તે બોલીવુડની અન્ય મોટી ફિલ્મોને પણ જોરદાર ટક્કર આપી રહી છે.

જ્યારે આ સીરીઝની પહેલી ફિલ્મ 'ધુરંધર' પાંચમી ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ થઈ હતી, ત્યારે તેણે પહેલા દિવસે અંદાજે 28 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. જોકે, સીક્વલ એટલે કે 'ધુરંધર ટુ' એ એડવાન્સ બુકિંગમાં જ આ આંકડાને પાછળ છોડી દીધો છે. અત્યાર સુધીના ટ્રેન્ડ અનુસાર 32.09 કરોડ રૂપિયાના એડવાન્સ કલેક્શન સાથે રણવીરની આ ફિલ્મે ઓરિજિનલ ફિલ્મને માત આપી દીધી છે.

'છાવા' ના રેકોર્ડની નજીક

'ધુરંધર ટુ' સુપરહિટ ફિલ્મ 'છાવા'ના રેકોર્ડ તોડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'છાવા' એ પહેલા દિવસે 33.50 કરોડ રૂપિયાની નેટ ઓપનિંગ મેળવી હતી. અત્યારે 'ધુરંધર ટુ' આ આંકડાથી ખૂબ જ નજીક છે. જો સાંજ સુધીમાં બુકિંગની આ જ સ્થિતિ જળવાઈ રહેશે, તો તે 'છાવા' ને પણ પછાડીને વર્ષની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની શકે છે.

વાત કરીએ ફિલ્મ ધુરંધર ટુની સ્ટાર કાસ્ટ વિશે તો આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે અન્ય દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને મળેલા પ્રતિસાદ બાદ એડવાન્સ બુકિંગના આંકડા દર્શાવે છે કે પહેલા દિવસે જ આ ફિલ્મ 25થી 30 કરોડ રૂપિયાની ઓપનિંગ મેળવી શકે છે. સાઈબર ક્રાઈમ અને હાઈ-વોલ્ટેજ ડ્રામા પર આધારિત આ ફિલ્મ રણવીર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.