Sat Sep 12 2026

Logo

કેકેઆરના આ ઑલરાઉન્ડરે પોતાનાથી ઉંમરમાં સાત વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરી લીધા

2026-08-08 17:02:33
Author: Ajay Motiwala
કેકેઆરના આ ઑલરાઉન્ડરે પોતાનાથી ઉંમરમાં સાત વર્ષ મોટી અભિનેત્રી સાથે લગ્ન કરી લીધા

અમૃતસરઃ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના ઑલરાઉન્ડર રમણદીપ સિંહે ઉંમરમાં પોતાનાથી સાત વર્ષ મોટી પંજાબી અભિનેત્રી ચાર્લી ચૌહાણ (CHARLIE CHAUHAN) સાથે ગુપચુપ લગ્ન કરી લીધા છે. તેમના આ લગ્નમાં બન્નેના નજીકના સગાસંબંધીઓ, મિત્રો, અમુક ક્રિકેટરો અને ટેલિવિઝન ઉદ્યોગના કેટલાક સેલિબ્રિટીઝ હાજર હતા.

રમણદીપ (RAMANDEEP)એ લગ્ન બાદ સોશ્યલ મીડિયા પર તસવીરો શૅર કરી હતી અને કૅપ્શનમાં લખ્યું હતું, `આઠ વર્ષથી અમે સાથે રહ્યા, અને હવે...કાયમ માટે એકમેકના થઈ ગયા.'

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા ફોટો અને વીડિયોમાં જોવા મળ્યું છે કે તેઓ એક ગુરુદ્વારામાં પરંપરાગત વિધિ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ગયા હતા. લગ્ન સમારોહમાં ક્રિકેટરો અર્શદીપ સિંહ, નમન ધીર, અશ્વિની કુમાર અને જસિન્દર સિંહ હાજર હતા. શુભમન ગિલ, આર. અશ્વિન અને અભિષેક શર્માએ સોશ્યલ મીડિયા પર રમણદીપ સિંહને શુભેચ્છા આપી હતી.

ભારત વતી બે ટી-20 રમ્યો

29 વર્ષનો રમણદીપ સિંહ બૅટ્સમૅન અને પેસ બોલર છે. તે ભારત વતી બે ટી-20 રમી ચૂક્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પંજાબ વતી અને આઇપીએલમાં કેકેઆર વતી રમે છે. 

ચાર્લી ચૌહાણ વિશે વધુ જાણો...

હિમાચલ પ્રદેશના શિમલામાં જન્મેલી ટીવી અભિનેત્રી ચાર્લી ચૌહાણ 36 વર્ષની છે. તે સૌથી પહેલાં એમટીવી રૉડિઝ નામના શૉથી મનોરંજન જગતમાં જાણીતી થઈ હતી. તે `નચ બલિયે' શૉમાં પણ ભાગ લઈ ચૂકી છે. તેની પ્રખ્યાત ટીવી સિરિયલ`કૈસી યે યારિયાં' અને `બેસ્ટ ફ્રેન્ડ્સ ફૉરએવર'થી ઘર-ઘરમાં જાણીતી થઈ છે.