Thu Jul 23 2026

Logo

રાજકોટના પોલીસ કોન્સ્ટેબલે ખેડૂતો પર અત્યાચારના વિરોધમાં રાજીનામું ધરી દીધું, મીડિયાને શું કહ્યું ?

2026-07-11 09:36:00
Author: Mayur Patel
Article Image

રાજકોટઃ રાજ્યમાં ચાલી રહલેા ખેડૂત આંદોલન વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાએ ખેડૂતો પર અત્યાચારના વિરોધમાં રાજીનામું ધરી દીધું હતું. મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું કે, ખેડૂતોને ન્યાન ન મળતો હોવાથી તેઓ નોકરી છોડીને સમાજ સેવા કરવા માંગે છે.

રાજીનામું આપ્યા બાદ શું કહ્યું

પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાએ રાજીનામા બાદ કહ્યું, હાલ ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી. નાના માણસોને ન્યાય નથી મળતો. આ પરિસ્થિતિ જોઈને હું સમાજ સેવા કરવા માંગું છું. હું આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત છું, આ પક્ષ ખેડૂતો અને યુવાનોના પ્રશ્નોને વાચા આપતો હોવાથી તેમાં જોડાવાની ઈચ્છા છે.

આ ઉપરાંત તેણે કહ્યું, 7 મહિના પહેલા રાજીનામું આપ્યું હતું. જે બાદ એસપીને મેળી રૂબરુ રજૂઆત કરી હતી. પરંતુ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું નહોતું.  આ ઉપરાંત કોન્સ્ટેબલે કહ્યું, રેન્જ IGને લેખિત રજૂઆત કરી હતી. ત્યાંથી એક મહિના સુધી કોઈ જવાબ ન મળતા તેમણે ગુજરાતના પોલીસ વડા અને માનવ અધિકાર પંચને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી. 

રાજકોટ એસપીએ શું કહ્યું

કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાએ આક્ષેપ કર્યો કે, આ રજૂઆતો બાદ બદલાની ભાવનાથી તેમની 100 કિલોમીટર દૂર ખોટી રીતે બદલી કરી દેવામાં આવી છે. જ્યારે રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરે કહ્યું, સાગર ઝાપડિયા વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી ચાલે છે. તપાસ પૂર્ણ થસે એટલે નિયમ મુજબ રાજીનામું મંજૂર કરી દેવાશે.