રાજકોટઃ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાઈ આગામી તા. 2 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા પાંચ દિવસીય લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વહીવટી તંત્ર તરફથી પણ આ મેળાને લઈને તબક્કાવાર કામગીરી કરવામાં આવી રહી છે. લોકમેળા આયોજન સમિતિ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ ફાળવવા માટે અરજી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થવાની છે. આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. રસ ઘરાવતા વેપારીઓ અને સ્ટોલની માટે અરજી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવનાર છે. જેની કિંમત આ વખતે 200 નક્કી કરવામાં આવી છે. અરજી ફોર્મમાં આપેલી માહિતી મુજબ, અરજદારે પોતાનું નામ, રહેણાંક અને વ્યવસાયનું સરનામું, મોંબાઇલ નંબર, આધાર કાર્ડ, જી, એસ. ટી. નંબર ( જરૂરી હોય તો) સહિતની વિગતો આપવાની રહેશે.
આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ અનિવાર્ય
આ સાથે જ માંગવામાં આવેલી કેટેગરીનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. લોકમેળા સમિતિ અરજી સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ પણ જાહેર કરી છે. તેના મુજબ, દરેક વ્યક્તિ માત્ર એક જ અરજી કરી શકશે. અરજી સાથે ડિપોઝિટની રકમ ડિમાન્ડ ડ્રાફટ મારફતે જ સ્વીકારવામાં આવશે. અરજદારે મેળો શરૂ થાય તે પહેલાં ઓછામાં ઓછા બે દિવસ અગાઉ સ્ટોલનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે. એકવાર અરજી અથવા સ્ટોલ ફાળવણી થયા બાદ સ્ટોલ રદ કરવામાં આવે તો નિયમ મુજબ કેટલીક કેટેગરીમાં ડિપોઝિટની રકમ પરત મળશે નહીં. ઉપરાંત, સ્ટોલ કે પ્લોટ અન્ય કોઈ વ્યક્તિને સોંપવા અથવા વેચવાનો અધિકાર રહેશે નહીં. નિયમોનો ભંગ કરનાર સામે સમિતિ કાર્યવાહી કરશે. સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે, સ્ટોલનું અંતિમ સ્થાન અને ફાળવણીનો નિર્ણય સંપૂર્ણપણે લોકમેળા સમિતિનો રહેશે. તેમાં કોઈ વાંધો કે તકરાર માન્ય ગણાશે નહીં.

વેચાણ મર્યાદા
મેળા દરમિયાન ફકત મંજૂર કરેલી વસ્તુઓનું જ વેચાણ કરી શકાશે. અન્ય કોઈપણ પ્રવૃત્તિ માટે પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે. રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો માનવામાં આવે છે. દર વર્ષે હજારો વેપારીમાં અને લાખો મુલાકાતીઓ તેમાં ઉમટતા હોય છે. આ વર્ષે પણ આજન સમિતિ પારદર્શક અને સુવસ્થિત થાય એ માટે પ્રાથમિકતા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટોલ ફાળવણી થાય તે માટે સ્પષ્ટ નિયમ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી સમગ્ર પ્રક્રિયા સરળ અને વિવાદમુકત બની રહે.
સ્ટોલધારકોના નિયમો જાહેર
લોકમેળા માટે સ્ટોલધારકોના નિયમો સામે આવ્યા છે. નિયમોના ભંગ બદલ ડિપોઝિટ જપ્ત કરવા, દંડ ફટકારવા તેમજ સ્ટોલની ફાળવણી રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમો અનુસાર દરેક સ્ટોલ પર વેચાતી તમામ વસ્તુઓની ભાવ યાદી સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવી ફરજિયાત રહેશે. ખાણી- પીણીના સ્ટોલ માટે ફૂડ સેફ્ટી સંબંધિત જરૂરી લાયસન્સ અને પ્રમાણપત્રો રાખવાના રહેશે. તૈયાર કરવામાં આવતો ખોરાક સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત હોવો જોઈએ. રસોઈ બનાવતા કર્મચારીઓએ સ્વચ્છતા જાળવવી જરૂરી રહેશે. વીજળીના ઉપયોગ માટે પણ વિશેષ માર્ગર્શિકા જાહેર કરવામાં આવી છે.
ફાયર સેફ્ટિના નિયમોનું પાલન અનિવાર્ય
અધિકૃત ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પાસેથી જ વીજ જોડાણ મેળવવાનું રહેશે અને ઓવરલોડ, અનધિકૃત વાયરિંગ અથવા જોખમી વીજ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આગ જેવી દુર્ઘટનાઓથી બચવા માટે ફાયર સેફ્ટીના નિયમોનું કક્કુ પાલન કરવાનું રહેશે તેમજ જરૂરી અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવાના રહેશે. લોકમેળા દરમિયાન ફોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ, અનધિકૃત જાહેરાતો, સ્ટોલનું સબલેટિંગ અથવા મંજૂરી વગર સ્ટૉલમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સ્ટોલધારકોએ આસપાસની સ્વચ્છતા જાળવવાની, કચરાનો યોગ્ય નિકાલ કરવાની તેમજ મુલાકાતીઓ સાથે શિસ્તપૂર્ણ વર્તન રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.