Tue Aug 18 2026

Logo

પંજાબ પોલીસે આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું, 690 ગ્રામ IED જપ્ત

2026-08-16 20:25:33
Author: Chandrakant Kanoja
Article Image

 

અમૃતસર: પંજાબના અમૃતસર જિલ્લામાં ગ્રામીણ પોલીસે એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. જેમાં પોલીસે 690 ગ્રામનો IED જપ્ત કર્યો હતો. જે વિવિધ પોલીસ ઓફિસને નિશાન બનાવવા એકત્ર કરવામાં આવ્યો  હતો.

IED કાળા મીણમાં લપેટેલા પેકેટની અંદર મળી આવ્યો 

આ અંગે મળતી માહિતી મુજબ  IED કાળા મીણમાં લપેટેલા પેકેટની અંદર મળી આવ્યો હતો. તેની સાથે એક ઇલેક્ટ્રોનિક ડેટોનેટર, એક બેટરી, એક ટાઈમર અને એક લોખંડનું બોક્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ  બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી પોલીસે સ્થળ પર જ વિસ્ફોટકને નિષ્ક્રિય કર્યો હતો. 

આ મામલાની તપાસ ચાલુ 

આ અંગે ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે અમૃતસર ગ્રામીણ પોલીસની સતર્કતાએ રાષ્ટ્રવિરોધી તત્વોના કાવતરાને નિષ્ફળ બનાવ્યો અને સંભવિત ખતરો ટાળ્યો હતો. તેમજ આ  મામલાની તપાસ ચાલી રહી છે અને IED મૂકનાર લોકોને ઓળખવા અને ધરપકડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

મીણમાં લપેટાયેલું એક શંકાસ્પદ કાળું પેકેટ શોધી કાઢ્યું

પોલીસે જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ચેકપોઇન્ટ અને વાહન ચેકિંગ કડક બનાવવામાં આવ્યું હતું.  જેમાં મધ્યરાત્રિએ  રાત્રિ પેટ્રોલિંગ ટીમને એક શંકાસ્પદ વસ્તુ પડેલી હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મીણમાં લપેટાયેલું એક શંકાસ્પદ કાળું પેકેટ શોધી કાઢ્યું હતું.  પોલીસને તે આઈઈડી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેની સાથે ઇલેક્ટ્રોનિક ડેટોનેટર, એક બેટરી, એક ટાઈમર અને એક લોખંડનું બોક્સ પણ હતું.